હૅપી બર્થ ડે કેપ્ટ્ન ‘કુલ’: સૌથી સફળ કેપ્ટ્ન આજે 40ના થયા

કહેવાય છે ક્રિકેટના ભગવાન સચિન છે પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો સમગ્ર ક્રિકેટ જગતમાં મહેન્દ્રસિંહ ધોનીને જ પૂજવામાં આવે છે. ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પગલું માંડ્યું તેને દશકા ઉપર થઇ ગયું પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોના દિલ માં છવાયેલું એક જ નામ છે જેને લોકો પુરા આત્મવિશ્વાસ સાથે છે ઘરે બેઠા બેઠા પણ ધોની… ધોની…ધોની… અવાજ કરતા હોય છે. ધોની એક જ વ્યક્તિ છે જેનું વ્યક્તિત્વ ખાલી ક્રિકેટ જગતમાં નહિ પરંતુ એક પિતા એક પતિ તેમજ એક માલિક તરીકે પણ સૌથી સફળ છે.

ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે. તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યા હતા. ધોનીના લગ્ન ૪ જુલાઇ ૨૦૧૦ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા.

ભારતીય ક્રિકેટના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની આજે પોતાનો 40મો બર્થડે ઉજવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર 2007માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2011માં આઈસીસી વર્લ્ડ કપ અને 2014માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ત્રણ મોટી ટુર્નામેન્ટ જીતનારા દુનિયાના એકમાત્ર કેપ્ટન રહેલા ધોનીની ક્રિકેટ કરિયર સંબંધિત બધી વાતો ક્રિકેટ પ્રેમીઓ તો જાણતા જ હશે પરંતુ ક્રિકેટ સિવાય પણ ધોનીની એક અલગ દુનિયા છે જેની કેટલીક જાણી અજાણી એવી વાતો છે.

ધોનીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી સમયે તેના લાંબા વાળ તો તમને યાદ જ હશે. ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમની નકલ કરતા ધોનીએ વધારેલા વાળના તો વખાણ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ કર્યા હતાં. પરંતુ શું તમને ખબર છે કે પહેલીવાર વાળ કપાવ્યાં બાદ ધોની અત્યાર સુધીમાં 14 વખત વાળની સ્ટાઈલ બદલી ચૂક્યા છે. લોકડાઉન અગાઉ ધોનીના વાળની જે સ્ટાઈલ હતી તે ટીમ ઈન્ડિયાના હોટલના રૂમમાં હાર્દિક પંડ્યાએ શેવિંગ મશીન હાથમાં લઈને બનાવી હતી. પંડ્યાએ બર્થડેના અવસરે તેનો વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યો હતો.

ધોની એટલા પ્રતિભાશાળી હતાં કે તેમને ટેલેન્ટ હન્ટના કાર્યક્રમમાં સામેલ કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના નિયમમાં ફેરફાર કરીને ઉમરની મર્યાદા 19થી 21 વર્ષ કરી હતી. હકીકતમાં બંગાળના પૂર્વ કેપ્ટન પ્રકાશ પોદ્દાર જમશેદપુરમાં એક અંડર 19 મેચ જોવા આવ્યાં હતાં. જ્યાં અંડર 19 મેચ ચાલુ હતી તેની બાજુમાં જ કીનન સ્ટેડિયમ હતું. કીનન સ્ટેડિયમમાં રણજી વનડે મેચ દરમિયાન વારંવાર બોલ અંડર 19 મેચના ગ્રાઉન્ડમાં આવતો હતો.