બોલીવૂડની ‘નીરજા’ સોનમ કપૂરનો આજે તા.૯મી જૂનના રોજ બર્થ ડે છે. સોનમનો જન્મ તા. ૯ જૂન ૧૯૮૫ના રોજ મુંબઈમાં થયો છે. પીઢ અભિનેતા અનિલકપૂરની પૂત્રી સોનમ માટે આજે સ્પેશ્યલ ડે છે. કેમકે, તેના મનના માણીગર આનંદ આહુજાએ નાયાબ તરીકાથી સોનમનો બર્થ ડે મનાવવાનું નકકી કર્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં સોનમ વ્હાઈટ પાર્ટી ગાઉનમાં દેખાય છે. દીવાલ પર સોનમનું નામ લખેલું છે અને તેના પર લાઈટિંગનો પ્રકાશ પડે છે.

ઉલ્લેખનીય છે કે સોનમ માટે ૨૦૧૬નું વર્ષ સકસેસફૂલ રહ્યું ગત વર્ષે ફેબ્રુઆરીમાં સોનમ કપૂરનીફિલ્મ ‘નીરજા’ રીલીઝ થઈ હતી. નીરજાએ તેને અઢળક નામ-દામ અપાવ્યા, સંખ્યાબંધ પૂરસ્કાર અપાવ્યા ફાઈનલી તેને અભિનેત્રી તરીકેની ઓળખ મળી. તેના શીરેથી ફલોપ હીરોઈનનું લેબલ દૂર થયું. આજે સોનમ કપૂરને બોલીવૂડ વર્તુળ, ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્સ તરફથી હેપ્પી બર્થ ડેના મેસેજ મળી રહ્યા છે. ‘અબતક’ તરફથી પણ સોનમ કપૂરને મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.