Abtak Media Google News

કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો…

પ્રાચીન સમયી રમાતા કેસુડાનો રંગ ફરી નિખર્યો: ગુજરાતીમાં ખાખરા અને હિન્દીમાં પલાશી ઓળખાતા આ ફૂલ વેદ, આયુર્વેદ અને જયોતિષ શામાં અતિ મહત્વ: ધુળેટી નજીક આવતા બજારોમાં કેસુડાના ફૂલનું આગમન: અલગ અલગ નામી ઓળખાતો ‘કેસુડા’ના લાલ ચટકદાર રંગે રંગરસીયાઓમાં જમાવ્યું આકર્ષણ

ફાગણીયો મુબારક સૌને… રંગ કેસુડાનો મુબારક સૌને…’ આ પંક્તિ સો ધુળેટી અને ધુળેટી સો વર્ણાયેલો કેસુડો સૌને યાદ આવે. રંગોના પર્વમાં રંગોની સો કેસુડાના રંગનું ખુબ મહત્વ હોય છે. આદિ-અનાદિ કાળી ધુળેટીના તહેવારમાં કેસુડાના રંગી ધુળેટી રમવામાં આવતી. ફરી આ કેસુડાનો રંગ નિકળી રહ્યો છે. આજના કેમીકલ યુકત રંગોની વચ્ચે કેસુડાના રંગનું વિશેષ મહત્વ રહેલું છે આી ધુળેટી પૂર્વે માર્કેટમાં ‘કેસુડા’ના ફુલની રોનક જોવા મળી રહી છે. જે રંગરસીયાઓ ‘કેસુડા’ના રંગી ધુળેટી રમે છે તેઓ અત્યારી ‘કેસુડા’ના ફુલની ખરીદી શ‚ કરી છે અને આ ફુલમાંી પીળો-કેસરી રંગ તૈયાર કરશે.

ધુળેટીમાં સૌી વધુ ઉપયોગ તા ‘કેસુડા’ના ફુલની વાત કરીએ છીએ તો આ ફુલનો પરિચય અને ઉપયોગીતા જાણવી પણ અતિ આવશ્યક છે. કેસુડાના ફુલને ગુજરાતીમાં ખાખરા અને હિન્દીમાં ‘પલાશ’ કહેવામાં આવે છે. ‘કેસુડા’ના વૃક્ષમાં આકર્ષક ફુલો હોવાને કારણે તેને ‘જંગલની આગ’ પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયી હોળીના રંગો આ ફુલી તૈયાર કરવામાં આવે છે. દેશભરમાં આ રંગો ખુબ પ્રખ્યાત છે. આ વૃક્ષમાં લાલ અને સફેદ બન્ને પુષ્પો ખીલે છે. લાલ ફુલોને વૈજ્ઞાનિકોએ ‘બ્યુટીયા મોનોસ્પર્મા’ નામ આપ્યું છે. જયારે સફેદ પુષ્પોને ‘લત્તાપલાશ’ જે ઔષધીય દ્રષ્ટીકોણી ઉપયોગી માનવામાં આવે છે. આયુર્વેદની સો ‘કેસુડા’નું વર્ણન સાયન્સમાં પણ થયું છે.

અત્રે નોંધનીય છે કે પીળા પલાશવાળા પુષ્પોના ફુલો હોય છે. ભારતના દરેક પ્રદેશોમાં પલાશ ર્આત ‘કેસુડા’ના વૃક્ષો આવેલા છે. જંગલ, મેદાનની સો સો ચાર હજાર ફૂટ ઉંચા પહાડોના શીખર સુધી પણ આ વૃક્ષ અનેક અલગ અલગ ‚પમાં મળે છે. ‘કેસુડા’ના ફુલનો ફાગણ મહિનાના અંતમાં પુરબહારમાં ખીલે છે અને આ ફુલોની ચૈત્રની શ‚આત સુધી જોવા મળે છે. ખાખરાના ઝાડના ફુલોની સો ખાખરાના ઝાડના પાન પણ ખુબ ઉપયોગી બને છે. આ વૃક્ષને હિન્દુ સમાજમાં પવિત્ર માનવામાં આવે છે. એટલું જ નહીં આ વૃક્ષનો ઉલ્લેખ વેદોમાં પણ ઋષિમુનીઓએ કર્યો છે. ‘કેસુડા’ના ફુલમાં સુગંધ નહીં પણ સુંદરતા હોય છે અને સૌંદર્યમાં ચારચાંદ લગાવે છે. આી ધુળેટીમાં ‘કેસુડા’નો રંગ બનાવી સૌંદર્ય સ્નાન કરે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસન તો ‘કેસુડા’ના ફુલી જ રમવાનું મહત્વ છે. રંગોત્સવની સોકેસુડાના સરબત આરોગ્યપ્રદ હોવાી સરબતના શીશા પણ તૈયાર મળે છે. વૈદ, આયુર્વેદની સો જયોતિષ શાોમાં પણ કેસુડાનો વિશેષ મહત્વ દર્શાવાયું છે. એવું માનવામાં આવે છે કે, આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓનો વાસ રહેલો છે. ‘કેસુડા’નો ઉપયોગ ગ્રહોની શાંતિમાં કરવામાં આવે છે. જયોતિષાચાર્યના જણાવ્યા મુજબ આ વૃક્ષ દરેક મનુષ્ય જીવનમાં શારીરિક અને માનસિક તકલીફોમાં મુક્તિ અપાવે છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં આ વૃક્ષનું વિશિષ્ટ મહત્વ રહેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.