Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 68 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસે દેશના સામાન્યથી લઈને ખાસ લોકો તેમને વિવિધ રીતે શુભેચ્છાઓ પાઠવતા હોય છે. તેમના મંત્રીમંડળ સભ્યોથી લઈને અલગ અલગ રાજ્યોના લોકો પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા હોય છે.

માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે પણ વડાપ્રધાન મોદીને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ટ્વિટરે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેમના પેજ પર બર્થ-ડે વિશે કરતાં રંગબેરંગી ફુગ્ગાઓથી શુભેચ્છા પાઠવી છે. તમે જ્યારે @Narendra Modi ટ્વિટર હેન્ડલ વિઝિટ કરશો ત્યારે તેમને રંગબેરંગી ફુગ્ગા વિશ કરતાં દેખાશે.Screenshot 6 1

આ ઉપરાંત વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભાજપ અને વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે. આજે સવારે જ તેમને રાષ્ટ્રપતિ કોવિંદ, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ખેલાડી ગીતા ફોગાટ અને અભિનેતા અનુપમ ખેરે તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.