Abtak Media Google News

જીવનમાં દરેક વ્યકિત પોતાના વ્યાપારમાં, ઘરમાં સ્થીર મહાલક્ષ્મીની કૃપા ઇચ્છે છે જે મહાલક્ષ્મી માતાજી ચોપડા પુજન, લક્ષ્મીપુજન, શારદાપુજનથી પૂર્ણ કરે છે. ચોપડા પુજનમાં સરસ્વતી છે. કલમ (પેન) મહાકાળી છે. લક્ષ્મીજીનો સિકકો છે તે લક્ષ્મીજી છે આમ ત્રણેય માતાજીની કૃપા ચોપડા પુજનથી વ્યાપારમાં વરસે છે.

આપણે ત્યાં દરેક શુભ પ્રસંગોમાં ચોઘડીયા જોવાની પ્રથા છે. પરંતુ શાસ્ત્રોકત દ્રષ્ટિએ વિચારતા ચોઘડીયા  કરતા હોરા વિશેષ મહત્વ ધરાવે છે. તા. ર૭-૧૦-ર૦૧૯ ને રવિવારના શુભ હોરા તથા શુભ ચોઘડીયાના સમય આ પ્રમાણે છે.

જેમાં લક્ષ્મી-પૂજન, શારદા પૂજન કરવાથી પૂજકને ત્યાં દર્શાવેલ લક્ષ્મીની અમીદ્રષ્ટિ નિરંતર રહે છે. અહીં આપેલા ચોઘડીયા તથા હોરા સુર્યોદય મુજબ આપેલ છે.

ચોપડા ખરીદી દિન પુષ્પ નક્ષત્ર દિવસ આસો વદ ૭ને સોમવાર તા. ર૧-૧૦-૨૦૧૯ સાંજે અમૃત ચોઘડીયા પ.૩૨ થી ૬.૧૬ સાંજે ચલ ચોઘડીયું ૬.૧૬ થી ૭.૫૦, આસોવદને મંગળવારના તા.૨૨-૧૦-૨૦૧૯ બપોરે લાભ અમૃત ચોઘડીયું ૧૧.૦૫ થી  ૧.૫૭ બપોરે શુભ ચોઘડીયું ૩.૨૩ થી ૪.૩૯ ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે. સુવર્ણ રજન શ્રીયંત્ર માટે પણ શુભ દિવસ છે.

ધનતેરશ આસો વદ બારશ ને શુક્રવાર તા. ૨૫-૧૦-૨૦૧૯ ના દિવસે ધન તેરશ છે. દિવસના શુભ ચોઘડીયા ચલ ૬.૪૮ થી ૮.૧૪, લાભ ૮.૧૪ થી ૯.૪૦, અમૃત ૯.૪૦ થી ૧૧.૦૫, શુભ ૧૨.૩૦ થી ૧.૫૬, ચલ ૪.૪૮ થી ૬.૧૩

રાત્રીના શુભ ચોઘડીયા લાભ ૯.૨૨ થી ૧૦.૫૭

ચોપડા ખરીદવા ગાદી બીછાવવા અને લક્ષ્મી પુજન માટે શ્રેષ્ઠ સમય છે. ધન્વતરી પુજન સાયકાળે રાત્રીના કરવું.

આ વર્ષે કાળી ચૌદશ શનિવાર છે જેથી હનુમંત પુજન કાળ ભૈરવ પુજન બટુકવીર પુજન, કાળી પુજન, મશીનરી પુજન માટેનો દિવસ છે.

તા. ર૭-૧૦-૨૦૧૯ દિપાવલીનો પ્રદોપકાળ પુજન માટે નો શ્રેષ્ઠ સમય પ્રદોપકાળ સાંજે ૬.૧૧ થી ૭.૫૧ સુધી પ્રદોપ કાળ છે. તથા પ્રદોપશાળમાં સાંજે ૭.૩૪ થી ૭.૪૭ સુધી વૃષભ સ્થીર લગ્ન છે.

વિક્રમ સંવત ૨૦૭૫ આસોવદ ચૌદશને રવિવારે તા. ૨૭-૧૦-૨૦૧૯ ના શુભ દિવસે દિવાળી છે. પ્રદોપ કાળ વ્યાપીની મળતી હોવાથી આ દિવસે લક્ષ્મીપુજન કરવું શુભ છે.

રાજકોટના અક્ષાસ રેખાંશ પ્રમાણે સ્ટાટાઇમ સવારે ૬.૫૦ સુર્યોદય થાય છે. શાસ્ત્રોકત દ્રષ્ટિ એ હોરા તથા ચોઘડીયા નો પ્રારંભ સુર્યોદયથી થાય છે.

દિવસના શુભ હોરા

શુક્ર ૭.૪૬ થી ૮.૪૩, બુધ ૮.૪૩ થી ૯.૪૦, ચંદ્ર ૯.૪૦ થી ૧૦.૩૭, ગુરૂ ૧૧.૩૪ થી ૧૨.૨૧, બુધ ૩.૨૧ થી ૪.૧૮, ચંદ્ર ૪.૧૫ થી ૫.૧૫

રાત્રીના શુભ હોરા

ગુ‚ ૬.૧૨ થી ૭.૧૫, શુક્ર ૯.૨૧ થી ૧૦.૨૫, બુધ ૧૦.૨૫ થી ૧૧.૨૮, ચંદ્ર ૧૧.૨૮ થી ૧૨.૩૧, ગુરૂ ૧.૩૪ થી ૨.૩૭, શુક્ર ૪.૪૩ થી ૫.૪૭, બુધ ૫.૪૭ થી ૬.૪૯

દિવાળીના શ્રેષ્ઠ ચોઘડીયા

દિવસના શ્રેષ્ટ ચોઘડીયા ચલ ૮.૧૫ થી ૯.૪૦, લાભ ૯.૪૦ થી ૧૧.૦૫, અમૃત ૧૧.૦૫ થી ૧૨.૩૧, શુભ ૧.૫૬ થી ૩.૨૧

રાત્રીના શ્રેષ્ઠ ચોઘડીયા શુભ ૬.૧૨ થી ૭.૪૭, અમૃત ૭.૪૭ થી ૯.૨૧, ચલ ૯.૨૧ થી ૧૦.૫૬, લાભ ૨.૦૬ થી ૩.૪૦, શુભ ૫.૧૫ થી ૬.૫૦

નૂતન વર્ષાભિનંદન

કારતક સુદ એકમને સોમવાર તા. ૨૮-૧૦-૨૦૧૯ વિરોધ કૃત નામ સંવત્સરથી નૂતન વર્ષાનો આરંભ થશે. મિલન દિવસ પડવો અન્નકુટ ઉત્સવ ગોવધન, બલિપુજા બેસતુઁ વર્ષ નવીન વસ્ત્ર ધારણ માટે શુભ દિવસ છે. સોમવારે એકમ તિથિનો પ્રારંભ સવારે ૯.૧૦ થી થશે.

સવારે શુભ ૯.૪૦ થી ૧૧.૦૫ લાભ બપોરે ૩.૨૧ થી ૪.૪૬ સાંજે અમૃત ૪.૪૬ થી ૬.૧૧ મિની દિવારનાળી નવાવ્યાપાર નો પ્રારંભ કરવો કાટો બાંધવાના મુહુર્તનો શુભ સમયે છે.

ભાઇબીજ કારતક સુદ બીજને મંગળવાર તા. ૨૯-૧૦-૨૦૧૯ ના દિવસે ભાઇ બીજ છે.

લાભ પાંચમ: કારતક સુદ પાંચમ ને શુક્રવાર તા. ૧-૧૧-૨૦૧૯ ચોઘડીયા સવારે લાભ અમૃત ૮.૧૬ થી ૧૧.૦૬ પેઢી ખોલવી વ્યાપારનો પ્રારંભ કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.