Abtak Media Google News

ગુજરાતભરમાં તા.૨૭ નવેમ્બરથી ૫ ફેબ્રુઆરી સુધી શાળાના બાળકોનો આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં લોધીકા તાલુકા કક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરુઆત ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ2 103જેમાં દિપ પ્રાગટય ગ્રામ પંચાયતના સભ્ય ખીમજીભાઈ સાગઠિયા, કિશોરસિંહ ઝાલા, બાબુભાઈ ચૌહાણ તેમજ ડો.મોહિતસિંહ જાડેજા (આર.બી.એસ.કે.) લોધીકા ડો.જોષનાબેન બોખતરીયા, એસ.ડી.સેજલીયા વિગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા મોહિત પંડયા સુપરવાઈઝર ખીરસરા દિપક પંડયાએ જહેમત ઉઠાવેલ. ખીરસરા પ્રા.શાળાના આચાર્ય નિખીલભાઈએ આભારવિધી કરેલ તેમજ આંગણવાડી વર્કસ હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.