હર ઘર તિરંગા: રાજકોટમાં ઘેર ઘેર લહેરાશે રાષ્ટ્રધ્વજ

કોર્પોરેશનની 695 મિલકતો સહિત બે લાખથી વધું સ્થળો પર તિરંગો ફરકાવાશે પત્રકાર પરિષદમાં મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓએ આપી માહિતી

દેશ આઝાદ થયો તેનું 75મું વર્ષ ચાલી રહ્યું છે હાલ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની શાનદાર ઉજવણી થઈ રહી છે આગામી 13 થી 15  ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાવાનું છે જે અંતર્ગત રાજકોટ શહેરમાં બે લાખથી પણ વધુ મિલકતો પર આનબાન શાન સાથે તિરંગો લહેરાશે.કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં વોર્ડ ઓફિસથી રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવશે.તેવી ઘોષણા આજે પત્રકાર પરિષદમાં મેયર ડો.પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઓ દ્રારા કરવામાં આવી હતી.

અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદ કરાવવા લાખો સ્વાતંત્ર્ય સૈનિકો અભૂતપુર્વ જંગ લડ્યા હતા. આ લડત દરમ્યાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ  ક્રાંતિવીરોએ આપેલા બલિદાનના પરિણામરૂપે આપણો દેશ આઝાદી ભોગવી રહ્યો છે. સ્વાતંત્ર્ય સૈનિકોની આ રાષ્ટ્રભક્તિ લોકોના હદયમાં કાયમ જીવંત રહે અને દેશદાઝ સતત પ્રજ્વલિત રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું સમગ્ર દેશમાં  13 થી  15 ઓગષ્ટ દરમ્યાન આયોજન કરવામાં આવ્યુ છે. જેના અનુસંધાને આ દિવસો દરમ્યાન ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં બે લાખથી વધુ મિલકતો પાર શાન સાથે તિરંગો લહેરાશે.

આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવા  મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યુ હતુ કે, શહેરમાં રહેણાંક મકાનો, વ્યાપારી સંકુલો, ઔદ્યોગિક કચેરીઓ, જુદીજુદી સામાજીક સંસ્થાઓ, શાળા-કોલેજો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા વિવિધ ક્ષેત્રોનો સહયોગ મેળવવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય મંચ પર તિરંગાનું મહત્વ કેટલું બધું વધારે છે તેનું ઉદાહરણ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ દરમ્યાન જોવા મળ્યું હતું. ભારત સરકાર દ્વારા યુક્રેનની ભૂમિ પરથી ભારતીય નાગરિકો અને છાત્રોનાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ભારતીયો અને પડોશી દેશના નાગરિકો પણ ભારતના ત્રિરંગા સાથે યુક્રેનમાંથી સહીસલામત બહાર નીકળી શક્યા હતાં. ભારત સરકારની વિનંતીને પગલે થોડા ક્લાકોમાતે યુધ્ધ વિરામ ઘોષિત કરાયેલ અને ભારતીયો અને અન્ય દેશના નાગરિકો પણ ત્રિરંગો હાથમાં રાખી સલામતરીતે ત્યાંથી નીકળી શક્યા હતા.

મેયરે  ઉમેર્યું હતું કે, આપણા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીનાં માધ્યમથી દેશનો દરેક નાગરિક રાષ્ટ્રગૌરવની અનુભૂતિ કરે તેવા આશય સાથે યોજાયેલ “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિવિધ ક્ષેત્રોને તેમાં સામેલ કરશે. સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને 2 લાખ રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે ઉપરાંત વધુ જરૂર જણાયે સ્થાનિક કક્ષાએથી રાષ્ટ્રધ્વજ મેળવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ દરમ્યાન શહેરના વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યાપારિક, ઔદ્યોગિક, સ્કુલ-કોલેજો વગેરે સંસ્થાઓ અને અલગ અલગ એસોસીએશનનાં સહયોગથી હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની 695 મિલકતો ઉપર તિરંગા લહેરાવવામાં આવશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં કર્મચારીઓની ટીમો બનાવી શેરીઓ અને સોસાયટીઓમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડની વોર્ડ ઓફિસેથી સામાન્ય દરથી નાગરિકો માટે રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં શહેરીજનો પણ સ્વયંભૂ જ સામેલ થઈ પોતાના ઘર કે સંસ્થા કે વ્યવસાયિક સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરશે.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા વીનુંભાઈ ઘવા, દંડક  સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનર  આશિષ કુમાર,  એ. આર. સિંહ અને  ચેતન નંદાણી, સહાયક કમિશનર   એચ. કે. કગથરા અને  એચ. આર. પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતાં.

  • સૂર્યોદય પછી પણ તિરંગો લહેરાવી શકાશે
  • “ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા” થયેલા સુધારા મુજબ હવે રાષ્ટ્રીય ધ્વજ સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી પણ ફરકાવી શકાય છે

ભારતીય રાષ્ટ્રિય ધ્વજ – તિરંગા, આપણી બંધારણીય એસેમ્બલી દ્વારા 22 જુલાઈ,1947 માં અપનાવવામાં આવેલ અને ત્યારથી જ આ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે.  ધ્વજની ડીઝાઈન શ્રી પેન્ગલી વેંકૈયા દ્વારા સૂચવવામાં આવેલ.  જે મુજબ તિરંગામાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો કલર હોય છે.

મધ્યમાં અશોક ચક્ર હોય છે અને ધ્વજની સાઇઝ 3:2 ની માત્રામાં હોય છે.  રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગને લગત Emblem and Names (Prevention of Improper Use) Act, 1950 અને Prevention of Insults to National Honor Act,1971 અમલી બનેલ. આપનો રાષ્ટ્રીય ધ્વજ  ઇીયિફી જ્ઞર ઈંક્ષમશફક્ષ જફિંક્ષમફમિત મુજબ ખાદીની હાથ બનાવટના ધ્વજનો ઉપયોગ કરવાનો હોય છે.  જે મુજબ આ ધ્વજ બનાવવાની કામગીરી ખાદી ડેવલોપમેન્ટ એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝને સોપવામાં આવેલ હતી.

2022 માં એક ભારતીય નગરિક નવીન જિન્દાલની અરજી ઉપર સુપ્રિમ કોર્ટે 2022 ના ચુકાદાથી રાષ્ટ્રીય ધ્વજને લગત ઉપરોક્ત કાયદાઓમાં સુધારો કરવા ભારત સરકારને સૂચન કરતાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002 અમલમાં આવેલ અને હવે સામાન્ય નાગરિકોને પણ રાષ્ટ્રીય ઝંડો ફરકાવવાનો હક્ક મળેલ.  Flag Code of India
Amendment, 2021માં સુધારો થતાં હવે પોલીએસ્ટર ફ્લેગનો ઉપયોગ પણ કાયદેસર બનેલ છે.

  • તિરંગા ના ₹40 ચૂકવવા પડશે

દેશવાસીઓમાં રાષ્ટ્ર પ્રત્યે દેશ-દાઝ જાગે તે માટે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ચલાવવામાં આવનાર છે. રાજકોટમાં પણ બે લાખથી વધુ મિલકતો પર આન,બાન, શાન સાથે તિરંગો લહેરાશે.જોકે શહેરીજનોને આ તિરંગા માટે રૂ.40 ચૂકવવા પડશે.તેવી ઘોષણા આજે પત્રકાર પરિષદમાં મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજકોટને બે લાખ રાષ્ટ્રધ્વજ ફાળવવામાં આવશે.સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ શહેરીજનોને રાષ્ટ્રધ્વજ રૂ.25માં અને તેની દાંડી રૂ.15માં આપવામાં આવશે.ટૂંકમાં કોઈપણ વ્યક્તિને રાષ્ટ્રધ્વજ મફત મળશે નહીં.તેઓએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જો કોઈ ગરીબ કે સામાન્ય માણસ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ લહેરાવવા માંગતો હશે તો તેને મફતમાં તિરંગો મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

આગામી દિવસોમાં વોર્ડ ઓફિસ ખાતેથી તિરંગાનું વિતરણ શરૂ કરવામાં આવશે.લાખો અને કરોડો રૂપિયાનું આંધણ કરી નાખતું તંત્ર શહેરીજનોને નિશુલ્ક તિરંગો આપવામાં થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને મફતમાં રાષ્ટ્રધ્વજ આપવામાં આવે તો ખરેખર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સાર્થક થઈ ગણાય.