ઉત્તરપ્રદેશના અમૃત તટ પર ચાલી રહેલા મહાકુંભ મેળામાં કરોડો ભક્તો શ્રદ્ધા અને આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. આ મેળામાં દેશ-વિદેશના ભક્તો જોવા મળી રહ્યા છે, જ્યાં લોકો પવિત્ર ત્રિવેણી સંગમના પાણીમાં સ્નાન કરીને પવિત્રતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની લોકગાયીકા ગીતા રબારી પણ આજે મહાકુંભ મેળામાં પહોંચી હતી અને પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ગીતા રબારી અને તેમના પરિવારજનો આ પવિત્ર સ્નાનના અવસર પર પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમના સ્નાન માટે ઉત્સાહિત હોવા ઉપરાંત, તેઓએ તેમના શાંત અને ભક્તિપ્રેમી મનથી આ અવસરનો પૂરો લાભ લીધો.
View this post on Instagram
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભમાં દેશ વિદેશની કરોડો ભક્તો આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકગાયીકા ગીતા રબારી પણ મહાકુંભ પહોંચ્યા હતા. ગીતા રબારીએ પવિત્ર મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી છે. આ પવિત્ર સ્નાન કરવા માટે ગીતા રબારીનો પરિવાર પણ પ્રયાગરાજ પહોંચ્યો હતો.