હર હર મહાદેવ… કેદારેશ્વર મહાદેવ પર સવા લાખ બીલીપત્રોનો અભિષેક..!!

અબતક, નટવરલાલ ભાતીયા

દામનગર

સુરત પલસાણા તાલુકાના વાકાનેડા ગામમા સુપ્રસિદ્ધ કેદારેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમા રવિવારે મહંત રાજુગીરીબાપુ લધુ મહંત પ્રજ્ઞેશગીરી અને બ્રિજેશગીરી ના માગઁદશઁન નીચે સવેઁ કલ્યાણ અથઁ  શિવભકતો માટે સવા લાખ બીલીપત્રોના અભિષેક નુ આયોજન કરવામાં આવેલ જેનો લાભ લેવા માટે પંથકમાથી બહોળી સંખ્યામાં શિવભકતોએ લાભ લીધેલ ,વાકાનેડા ગામના સરપંચ શ્રી કુણાલસિહ ગોહિલ દ્રારા પણ કેદારેશ્વર દાદા ને બિલ્વપત્ર ચડાવી અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.

આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ગોસ્વામી પરિવાર તેમજ વાકાનેડા ગામ સમસ્ત યુવક મંડળ ના યુવાનો તેમજ મહિલા મંડળ ની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ રાત્રે ભજન સંધ્યા નુ પણ આયોજન કરેલ જેમા ભજનીક ધ્રુવિન ગોસાઇ, સાજીદા તબલાવાદક જયેશ પટેલ,બેન્જોવાદક અશોક રાઠોડ દ્વારા  શિવ ભજન ધુન કિતઁનની રમજટ બોલાવેલ હતી