હર કૂતે કા એક દિન આતા હૈ… રાજકોટમાં ડોગ પાર્ટીમાં શ્વાનોએ કર્યો જલ્સો, જુઓ તસ્વીરો

શહેરમાં પ્રવર્તમાન સમયમા કોરોના હળવો થતા અનલોકના વાતાવરણમાં ઘરમાં સૌ કંટાળ્યા હોય છે. શની-રવિ વિક એન્ડમાં શહેર દૂર લોકો ઉમટી પડયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા સાંજની ઠંડક શહેરીજનો માણવા બહાર ફરવા નીકળી પડયા હતા.આવા વાતાવરણ રવિવારની સુંદર સંધ્યાના વાતાવરણમાં શહેરથી દૂર ઓસ્કાર વિક એન્ડ વિલા ખાતે પુલ પાર્ટી ફોર ડોગ્સ સાથે ‘ડોગપાર્ટી’નું અનેરૂ આયોજન યોજાયું હતુ.

વિક એન્ડ વિલા ખાતે પુલ પાર્ટી ફોર ડોગ્સનું અનેરૂ આયોજન: ડોગ લવરે પોતાના શ્વાનો સાથે ડોગ પાર્ટી યોજી

સ્વીમીંગ પુલમાં રમકડા- બોલથી શ્વાને કરી અનેરી ધમાલ મસ્તી: વિવિધ પ્રજાતિના 50થી વધુ શ્વાનો-માલીક સાથે હર્ષોલ્લાસથી જોડાયા

આ કાર્યક્રમમાં 50થી વધુ પ્રજાતિના ડોગ તેના માલિકો સાથે જોડાયા હતા. ‘સન્ડે ફનડે’ નું વિશિષ્ટ આયોજન રોયલ ડોગ લવર ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતુ. જેમાં શ્ર્વાનની વિવિધ બ્રિડોમાં હસ્કી, સીટ્ઝ’ ક્રોકર સ્પેનિયલ, લાસા, જર્મન શેફર્ડ, પોમેરીયન, ગોલ્ડન રીટ રીવર તથા રોટ વિલર જેવી પ્રજાતિ ડોગપાર્ટીમાં જોડાઈ હતી.સમગ્ર આયોજનમાં શૈલેષ મહેતા-સોનલબેન ભાલોડી તથા હર્ષવર્ધન સિંહ સહિતના કમીટી મેમ્બરોએ આયોજન સંભાળેલ હતુ.

આ કાર્યક્રમમાં ડોગને સ્વીમીંગ પુલમાં વિવિધ પ્લાસ્ટીકના રમકડા અને બોલ સાથે તરતા-તરતા ધમાલ મસ્તી કરી હતી. ડોગને સ્પેશિયલ નાસ્તો અને તેના માલિકને પણ નાસ્તો અપાયો હતો. વિનામૂલ્યે યોજયેલા આ આયોજનમાં શ્ર્વાન પ્રેમીઓ ઉમટી પડયા હતા.