Abtak Media Google News

ડી.જી.વણઝારા સહિત અનેક નામો ખુલ્લે તેવી સંભાવના

પૂર્વ ગુજરાતના મંત્રી હરેન પંડયાના મર્ડર કેસમાં સુપ્રીમમાં પીટીશન દાખલ કરવામાં આવી છે જેથી મર્ડર કેસની સુનાવણી આગળ થઈ શકે અને કયાંકને કયાંક એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ ડી.જી.વણઝારા સહિત અનેક લોકોના નામો સામે આવે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.હરેન પંડયાની હત્યા ૨૬ માર્ચ ૨૦૦૩ના રોજ અમદાવાદ ખાતે આવેલા લોગાર્ડન પાસે થઈ હતી જયાં તેઓ વોકીંગ કરવા નિકળ્યા હતા. હરેન પંડયા તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારમાં ગુજરાતના ગૃહમંત્રી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

સીપીઆઈએલ દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે આ મુદાની નવેસરથી સુનાવણી અને તપાસ થવી જોઈએ જેનું એકમાત્ર કારણ એ છે કે ઘણી ખરી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આઈપીએસ ઓફિસર અને એન્કાઉન્ટર સ્પેશ્યિલીસ્ટ ડી.જી.વણઝારાનો પણ આ હત્યાકાંડમાં હાથ હોવાનું સામે આવી રહ્યું છે. જયારે પોલીસના વરીષ્ઠ અધિકારીઓ પણ આ મર્ડર કેસમાં સામેલ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે જેથી હરેન પંડયા મર્ડર કેસ વિશેની નવેસરથી સુનાવણી હાથ ધરવામાટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી છે.

હરેન પંડયા મર્ડર કેસની લીંક સોહરાબુદીન એન્કાઉન્ટર કેસ સાથે પણ કરવામાં આવી રહી છે. કારણકે સોહરાબુદીન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હરેન પંડયા મર્ડર કેસ એક કોન્ટ્રાકટ કિલીંગનો ભાગ હતો જે ડી.જી.વણઝારા દ્વારા કરવામાં આવ્યો હતો. વાત એવી પણ સામે આવી રહી છે કે હરેન પંડયા મર્ડર કેસના આરોપી તુલશીરામ પ્રજાપતિ સાથે અન્ય બે હત્યારાઓ પણ સામેલ હતા.

જેની વિગત સોહરાબુદીન દ્વારા ૨૦૧૦માં સીબીઆઈને આપવામાં આવી હતી ત્યારે હરેન પંડયા મર્ડર કેસને લઈ કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં હોમ અફેર્સ મંત્રાલય અને સીબીઆઈને પાર્ટી તરીકે કેસમાં નોંધાવ્યા હતા. જેથી સુપ્રીમ કોર્ટમાં જે નવી પીટીશન ફાઈલ કરવામાં આવી છે તેનું એકમાત્ર કારણ એ પણ મનાઈ રહ્યું છે કે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ હરેન પંડયા મર્ડર કેસમાં પોતાનો અહમ ફાળો ભજવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.