Abtak Media Google News

પ્લાઝમા બ્લડ આપવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સામાજિક અગ્રણી મુકેશભાઇ દોશી અને ઉપેશભાઇ મોદી ઝુંબેશ ચલાવી રહ્યા છે

અતુલ ઓટોના સંચાલક અને ઉદ્યોગ પતિ હરિશભાઇ ચાન્દ્રાએ એક માસમાં બે વખત પ્લાઝમા ડોનેટ કરીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયુ છે. પ્લાઝમા બ્લડ આપવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સામાજિક અગ્રણી મુકેશભાઇ દોશી અને ઉ૫ેશભાઇ મોદી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તે પણ ખરેખર બિરદાવવા લાયક છે.

હાલની કોરોના વાયરસ રોગ બીમારીથી  લોકો ખૂબ તકલીફ સહન કરી રહ્યાં છે. ગુજરાત સરકાર, ડોકટરો,મેડિકલ વિભાગ, પેરા મેડિકલ સ્ટાફ આ રોગ થઈ મુક્ત કરવા દિવસ રાત એક કરી રહ્યા છે. વધુ માં વધુ સગવડો રાજ્ય સરકાર કરી રહી છે. ત્યારે કોરોના રોગ માં અતિ જરૂરી પ્લાઝમા બ્લડ મેળવવા ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે, છેલ્લા થોડા સમય થી આ અંગે જાગૃતિ લાવવા અને કોરોના થી મુક્ત થયેલા લોકો ને પ્લાઝમા બ્લડ આપવા ઝુંબેશ ચલાવતા રાજકોટ ના સામાજિક અગ્રણી મુકેશભાઈ દોશી,ઉપેનભાઈ મોદી એ અત્યાર સુધી માં ૧૦ જેટલા દર્દી ને પ્લાઝમા મળે તેવી વ્યવસ્થા કરી આપેલ  છે. હાલ માં એક ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલ દર્દી ને પ્લાઝમા બ્લડ ની જરૂર પડતા તુરત તેમને ભારત ભર. માં જાણીતી કમ્પની અતુલ ઓટો લી ના સંચાલક ઉદ્યોગપતિ હરીશભાઈ ચાન્દ્રા નો સંપર્ક કરતા તેઓ બધું કામ છોડી પ્લાઝમા ડોનેટ કરવા પહોંચી ગયા હતા. ખૂબ ગર્વ સાથે કહેવાનું કે હરીશભાઈ ચાન્દ્રા એ એક માસ માં આ બીજી વખત પ્લાઝમા ડોનેટ કરી માનવ ધર્મ બજાવ્યો છે.  હરીશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન. એક પ્લાઝમા.ડોનેટ કરવા થી બે દર્દી ને પ્લાઝમા આપી શકાય છે. એટલે બે લોકો ના જીવ બચાવવા નિમિત્ત બનીએ. ગુજરાત સરકારે કોરોના દર્દી ને રાહત આપવા તાત્કાલિક અસર થી પ્લાઝમા બ્લડ નિ:શુલ્ક જાહેરાત કરી છે તે ખૂબ સારી વાત છે. જેનાથી દર્દી ઉપરઆર્થિક ભારણ .ઓછું આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.