ધોરાજી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે હરકીશન માવાણી બીનહરિફ

ઉપપ્રમુખ તરીકે કિરીટભાઇ સાપરીયા નિમણૂંક

 

અબતક,ધર્મેન્દ્ર બાબરીયા,સાગર સોલંકી

ધોરાજી

ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ તરીકે હરકીશનભાઇ માવાણી અને ઉપપ્રમુખ તરીકે કિરીટભાઇ સાપરીયાની બીન હરીફ વરણી કરાય હતી. આ તકે યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, જીલ્લા ભાજપ મંત્રી હરસુખભાઇ ટોપીયા, પીઠ ભાજપ અગ્રણી વી.ડી. પટેલ, માનબિલ્ડરના વિપુલભાઇ ઠેસીયા લાલભાઇ સખરેલીયા, જેન્તીભાઇ રામોલીયા, હરીભાઇ ઠુંમર, નરશીભાઇ મુલપરા, કાન્તીભાઇ જાગાણી, શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકીયા, આર.સી.ભૂત, મનુભાઇ ભાજપ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઇ હિરપરા, નીતીનભાઇ જાગાણી, પૂર્વ પ્રમુખ કે.પી.માવાણી, અશ્ર્વીનભાઇ વઘાસીયા, ભોલાભાઇ માવાણી, ચીન્ટુ કોયાણી, લાલજીભાઇ બાબરીયા, ધીરૂભાઇ બાબરીયા, ગીરીશભાઇ પેથાણી, અશોક વૈષ્ણવ, શાંતીલાલ ઠુંમર, નિલેશ કણસાગરા, પદુભાઇ ચાવડા, વિજય અંટાળા, અર્જુનિંસંહ સરવૈયા, મહેશભાઇ રાવલ, મિલનભાઇ વોરા સહિતના હાજર રહી શુભેચ્છાઓ આપેલ હતી. આ તકે નવનિયુક્ત પ્રમુખ હરકીશનભાઇ માવાણીનું ફુલહાર કરી ભવ્ય સ્વાગત કરી ફટાકડા ફોડી તમામ લોકોને મીઠાઇ ખવડાવેલ હતી અને નવનિયુક્ત પ્રમુખ હરકીશનભાઇ માવાણીએ જણાવેલ કે ખેડૂતોના પ્રશ્ર્ને સદા અમે અગ્રેસર રહેશું અને યાર્ડના વિકાસમાં સૌ સાથે મળી કાર્ય કરવાનો કોલ આપેલ હતો.

w