Abtak Media Google News
કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વિમેન્સ વર્લ્ડ કપનો ફાઈનલ: સ્પોર્ટસમેન સ્પિરીટ દાખવી ઓસ્ટ્રેલીયાની બ્લેકવેલે હરમનપ્રીતને ટી શર્ટ આપ્યું

મહિલા વિશ્ર્વ કપમાં ઈગ્લેન્ડને ભરી પીવા હરમન પ્રીત કૌર સજજ છે. ઓસ્ટ્રેલિયાની એલેકસ બ્લેકવેલે સ્પોર્ટસમેન સ્પિરિટ દાખવતા કૌરને પોતાનું ભેંટ આપ્યું હતુ. સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે હાર્યું હતુ. આથી કહી શકાય કે સ્પોર્ટસમેન સ્પિરિટની જીત થઈ બ્લેકવેલે સુંદર રમત દાખવી હતી જો તે ૪૨ ઓવર સુધી રમી ગઈ હોત તો ઓસ્ટ્રેલિયાને જ‚રી ૩૬ રન થઈ ગયા હોત.

વીમેન્સ વર્લ્ડ કપનો કાલે ફાઈનલ છે. ચક દે ઈન્ડિયા આવતીકાલે ભારતની છોરીઓ ઈગ્લેન્ડની ગોરીઓને ભરી પીવા સજજ છે.

હરમનપ્રીત કૌરને લેડી સેહવાગ કહી શકાય. તેણી જે રીતે ધુંઆધાર બલ્લેબાજી કરે છે તેવી મહિલા ક્રિકેટમાં કોઈ ખેલાડી કરતુ નથી જે સેમી ફાઈનલમાં તેણે સિધ્ધ કર્યું છે.

હરમનપ્રીતે ટિવટર પર એલેકસ તેને આપતી હોય તેવો ફોટો શેર કર્યો છે. એલેકસને ઓસ્ટ્રેલીયન મીડીઆ સીડની થન્ડર કહે છે કે કેમકે તે ઓસ્ટ્રેલીયાની વ્યાપારીક રાજધાની સીડનીમાં રહે છે. તે પણ ઓસ્ટ્રેલિયાની સ્ટાર બેટસમેન છે.

ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે લંડનમાં લોર્ડસના મેદાન પર ફાઈનલ મેચ રમાશે. હમણાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું ત્યારે ક્રિકેટના ચાહકોમાં સોપો પડી ગયો હતો. પરંતુ ગર્લ્સ બ્રિગેડે ફાઈનલમાં પ્રવેશ કરતા ફરી તેઓ ગેલમાં આવી ગયા છે. હરમન પ્રીત પર સહુ કોઈની મીટ છે. તેના બલ્લાની ધાર તેજ છે. તે ઈન્ડિયાની વાઈસ કેપ્ટન છે. તેથી તેની જવાબદારી બેવડાઈ જાય છે. તેને રનમશીન પણ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.