શું પરિણીતી ચોપડાએ પરણવાનું નક્કી કર્યું ?

શું પરિણીતી ચોપડાએ કરી લીધી સગાઈ ?? છેલ્લા ઘણા દિવસોથી બોલીવુડ એક્ટ્રેસ પરણે તે ચોપડા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા ચર્ચામાં છે. પરિણીતીનું નામ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલો છે ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે જેમાં સાંસદ સંજીવ અરોરાએ પણ ટ્વિટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે આ અભિનંદન શેના માટે પાઠવ્યા છે તેના કોઈ સમાચાર હજુ સામે આવ્યા નથી !!

સાંસદ સંજીવ અરોરાએ પરિણીતી અને રાઘવને અભિનંદન પાઠવ્યા 

આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો શેર કરતા ટ્વિટમાં લખ્યું, “હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમના યુનિયનને પ્રેમ, સુખ અને સાથીદારીનો આશીર્વાદ મળે તેવી મારી શુભેચ્છાઓ.” સાંસદના અભિનંદન પાઠવ્યા બાદ એક વાત તો કન્ફોર્મ છે કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢા રીલેશન શીપમાં છે.

પરિણીતી અને રાઘવ રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા

તમને જણાવી દઈએ કે હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે, બન્નેએ મેચિંગ સફેદ રંગના કપડા પહેર્યા હતા. ત્યારથી બંનેના ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. જો કે, જ્યારે વીડિયો વાયરલ થયો. થોડા દિવસો પહેલા જ્યારે રાઘવ ચઢ્ઢાને પરિણીતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તમે મને રાજકારણ વિશે પ્રશ્નો પૂછો, પરિણીતી વિશે સવાલ ન પૂછો.