Abtak Media Google News
  • જિલ્લાની આઠમાંથી માત્ર ધોરાજી બેઠકમાં જ બે ઈવીએમ રખાશે

  • આઠ બેઠકમાં ૧૦૪ ઉમેદવારો: છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવારો ટપોટપ ખર્યા

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રથમ તબકકાની ૮૯ બેઠકોમાં ગઈકાલે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ફોર્મ પરત ખેંચાયા બાદ રાજકોટ જિલ્લાની આઠ બેઠકો પર ૧૦૪ ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયું છે. જિલ્લાની એક માત્ર ધોરાજી બેઠક પર ઉમેદવારોની સંખ્યા ૧૭ હોવાથી બે ઈવીએમ મશીન મૂકવામાં આવશે.

ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનાછેલ્લા દિવસે અપક્ષ ઉમેદવારોનો મોટો ઘાણવો ઉતર્યો હતો. અપક્ષ ઉમેદવારોએ બહોળી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અંતિમ દિવસે તેઓએ મોટા પ્રમાણમાં ઉમેદવારીપાછી પણ ખેંચી લીધી હતી.

જીલ્લાની ૮ બેઠકોમાં ૧૦૪ ઉમેદવારોના નામ ફાઈનલ થયા છે. જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ભાજપના અરવિંદભાઈ રૈયાણી, બસપાના માધુભાઈ ગોહિલ, કોંગ્રેસના મીતુલ દૌંગા, આપના અજીતભાઈ લોખીલ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના કરણાભાઈ માલધારી, વ્યવસ્થા પરીવર્તન પાર્ટીનાક જીતેશભાઈ ધોળકીયા, અને અપક્ષ ઉમેદવારો રેખાબેન પરમાર, ભાવેશભાઈ ભાલારા, મુકેશ રામાણી, મોહસીન રાઉમા, જેરામ રાણપરીયા, રામદેવસિંહ વાઘેલા છે.

૬૯ રાજકોટ પશ્ર્ચીમમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગૂ‚, બસપાના વિજય પરમાર, ભાજપના વિજયભાઈ ‚પાણી, શિવસેનાના કેતન ચંદારાણા, ગુજરાત જનચેતના પાર્ટીના મહેશભાઈ ભૂત, રાષ્ટ્રમંગલ મીશનપાર્ટીના ભરત મીરાણી અને અપક્ષ ઉમેદવારો ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ચીમનલાલ ભૂવા, સીધ્ધરાજસિંહ જાડેજા, ધનરાજસિંહ ચૌહાણ, નારણભાઈ વકાતર, બીના લાડાણી, વલ્લભભાઈ મશ‚, રાજેન્દ્રકુમાર ચૌહાણ તથાહરીભાઈ પરમાર છે.

૭૦ રાજકોટ દક્ષિણ બેઠકમાં બસપાના અંજુ પાટલીયા, ભાજપના ગોવિંદભાઈ પટેલ, કોંગ્રેસના ડો. દીનેશ ચૌવટીયા, એનસીપીના વિનોદ દેસાઈ, આપના ગીરીશ મારવીયા, શિવસેનાના નિશાંત પટેલ અને અપક્ષ અજીજ વિરાણી, અતુલ કુબાવત, જયપાલસિંહ તોમર, તથા વિનોદભાઈ મકવાણા છે.

૭૧ રાજકોટ ગ્રામ્યમાં બસપાના કિરણ મકવાણા, ભાજપના લાખાભાઈ સાગઠીયા, કોંગ્રેસના વશરામ સાગઠીયા, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના હર્ષદ રઘુભાઈ મકવાણા, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી હર્ષદભાઈ નાથાભાઈ ધમ્મર, અને અપક્ષ કિશનભાઈ ખીમજીભાઈ પરમાર, ડાંગર રમેશભાઈ લાલજીભાઈ, દિનેશભાઈ પરમાર, ડો. દેંગડા જયેશ, પ્રવિણ દેગડા, પૂજાભાઈ સોલંકી, મકવાણા કૌશીક, સતીષભાઈ સાગઠીયા, જયેશ સાગઠીયા છે.

૭૨ જસદણમાં કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા, ભાજપના ડો. ભરતભાઈ બોઘરા, બહુજન સમાજ પાર્ટીના વીરદાસ રાઠોડ, ગુજરાત જનચેતના પરમાર વલ્લભભાઈ, ઓલ ઈન્ડીયા હિન્દુસ્તાન કોંગ્રેસના રાજપરા મનુભાઈ, શિવસેનાના શિકોરીયા હસમુખભાઈ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી સરીયા હરજીભાઈ જયારે અપક્ષ કાંતીભાઈ રાઠોડ, ગોરધનભાઈ તાવીયા, તાવીયા રણછોડભાઈ, દિનેશભાઈ રાઠોડ, પરેશભાઈ રોજાસરા, માનકોલીયા ભરતભાઈ, મોતીભાઈ રાજપરા, રાજપરા મગનભાઈ છે.

૭૩ ગોંડલ વિધાનસભા મતદાર વિસ્તારના ઉમેદવારોમાં કોંગ્રેસનાખાટરીયા અજુનભાઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી જાડેજા ઓમદેવસિંહ, ભાજપ જાડેજા ગીતાબા, બહુજન સમાજ પાર્ટીના સખીયા રાજેશભાઈ, આમ આદમી પાર્ટી ખૂટ નિમિષાબેન, જનતાદળ ચંદુભાઈ બચુભાઈ, ઓલ ઈન્ડીયાહિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના જયેશકુમાર વાડોદરીયા, ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ પંડયા ઋષિકેશ, જયારે અપક્ષ ધર્મેશભાઈ ખાટરીયા, રાદડીયા ચીરાગ, ઉગાભઈ ઘૂસાભાઈ લાવડીયા, મુકેશભાઈ વરઘાણી છે.

૭૪ જેતપુરમાં કોંગ્રેસ આંબલીયા રવિભાઈ, બહુજન સમાજ પાર્ટીના ચાવડા દિનેશકુમાર, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના પટેલ મયુર, ભારતીય જનતા પાર્ટીના રાદડીયા જયેશભાઈ વિઠ્ઠલભાઈ, અને અપક્ષ અલ્પેશ વાડોલીયા, રાદડીયા મહેશ, રાદડીયા વિમલ, સાવલીયા વિજયભાઈ, સોંદરવા અશોક છે.

૭૫ ધોરાજીમાં ભાજપના પટેલ હરીભાઈ, બહુજનસમાજપાર્ટીના ભાસ્કર મનહરલાલ, કોંગ્રેસના લલીત વસોયા, ઓલ ઈન્ડીયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ચુડાસમા હરપાલસિંહ, ડેર જેઠાભાઈ, રાષ્ટ્રીય જનક્રાંતી પાર્ટી ધરાર જાહીરભાઈ, ગુજરાત જનચેતના પાર્ટીના મોનાબેન બલદાણીયા, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના વાઘમશી વિપૂલભાઈ, નવીન ભારત નિર્માણ મંચના વકીલ વિઝુંડા રણજીત,ક જનતાદળ યુનાઈટેડના સુતરીયા મનીષાબેન, આમઆદમીના હાર્દિકકુમાર વાછાણી, અને અપક્ષ કિર્તીકુમાર મારવાણીયા, ચાવડા પરેશકુમાર, પરમાર શાહીદ, સમા અમીનભાઈ, સોંદરવા અશોક, સોંદરવા વશરામભાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.