ગુજરાતમાં PSI અને લોકરક્ષક દળની ભરતી માટે લાખો યુવાનો તૈયારી કરી રહ્યા છે. આ બંને ભરતી પ્રક્રિયામાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. તેમજ હસમુખ પટેલે કહ્યું છે કે, “26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2024 સુધી, બાકી રહેલા તમામ ઉમેદવારો માટે અરજી પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. આ નિર્ણય એવા ઉમેદવારોને મદદ કરવા માટે લેવામાં આવ્યો છે, જેઓ કોઈપણ કારણસર પ્રથમ તબક્કામાં અરજી કરી શક્યા નહોતા.

ગુજરાત રાજ્યમાં લોકરક્ષક અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી માટે બહોળી સંખ્યામાં અરજીઓ આવી છે. તેમજ આ ભરતીની પ્રક્રિયા માટે ઉમેદવારોની પ્રથમ તબક્કામાં એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં PSI માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજીઓ મળી હતી. આ સાથે ઓગસ્ટ મહિનામાં યોજાયેલા બીજા તબક્કામાં PSI માટે 51,800 અને લોકરક્ષક માટે 1.35 લાખ ઉમેદવારોની અરજીઓ નોંધાઈ છે. તેમજ આ રીતે કુલ PSI માટે 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ થઇ છે.

PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી:

PSI અને લોકરક્ષક બંને માટે ઉમદા ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવા માટે નવેમ્બર મહિનામાં PSI માટે શારીરિક કસોટી યોજવામાં આવશે. અને PSIની કસોટી પૂર્ણ થયા પછી લોકરક્ષકની શારીરિક કસોટી યોજાશે. તેમજ જેમાં PSI અને લોકરક્ષક માટે બંનેમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોને માત્ર 1 જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.

હસમુખ પટેલે કહ્યું છે કે, “26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2024 સુધી, બાકી રહેલા તમામ ઉમેદવારો માટે અરજી પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. આ નિર્ણય એવા ઉમેદવારોને મદદ કરવા માટે લેવામાં આવ્યો છે, જેઓ કોઈપણ કારણસર પ્રથમ તબક્કામાં અરજી કરી શક્યા નહોતા.

અરજી માટે ફોર્મ ભરવાનું ચાલુ :

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ છે કે, ઓજસ પર 4 દિવસથી ફોર્મ ભરાવવાનું ચાલુ છે. જેમાં 1,55 હજાર જેટલા ઉમેદવારોએ આ અંગેની અરજી કરી છે. જેમાંથી 1,18 હજાર જેટલા ઉમેદવારોની અરજી કન્ફર્મ થઇ છે. તેમજ આજ ઝડપે ઉમેદવારો અરજી કરે તો સમય પૂર્ણ થાય તે પહેલા સાડા સાત લાખ લોકોએ અરજી કરી હોય છે. આ સાથે ગત વર્ષે લોક રક્ષક ભરતીની જાહેરાત આપણે કરી હતી, ત્યારે સાડા આઠ લાખ જેટલી અરજી લોક રક્ષકમાં અને આશરે 4 લાખ જેટલી અરજી PSIમાં હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.