આર્ટ ઓફ લિવિંગ દ્વારા હવનનું આયોજન કરાયું

નવરાત્રિ એટલે નવ દિવસ દરમિયાન અંતરમુખી થવાનો અવસર

સ્વામિ વિશ્વ સ્વરૂપજીની ઉપસ્થિતમાં દેશ-વિદેશમાં મળી ૨૩૦ જગ્યાએ પૂજન

આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા રાજકોટ ખાતે નવરાત્રિ દરમિયાન અલગ અલગ હવનનું આયોજન કરવામાં આવેલ હતું. આ યજ્ઞમાં બેંગ્લોરથી આવેલા બ્રાહ્મણો દ્વારા શુઘ્ધ ઉચ્ચારણથી વાતાવરણ ભકિતમય અને શુઘ્ધ બની ગયું હતુ.

તથા સ્વામી વિશ્ર્વ સ્વરુપજીની ઉ૫સ્થિતિમાં આ યજ્ઞ કરાયો હતો. તથા નવરાત્રી દરમિયાન દેશ-વિદેશોમાં મળી ૨૩૦ જગ્યાએ આવી પુજા કરવામાં આવી હતી.

તુષારભાઇએ ‘અબતક’સાથેની વાતચીતમાં કહ્યું કે, પ.પૂ. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા વૈદિક ધર્મ સંસ્થાન અંતર્ગત આપણા શાસ્ત્રોમાં જે પુજાઓનું મહત્વ છે એ અંતર્ગત આ નવરાત્રી પુજા આપણે કરી રહ્યા છીએ.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન અંતરમુખી થયાનું આ સમય છે અને અંદરની તરફ જઇ સાચો અંતરઆત્માનો અનુભવ  કરવાની આ પવ ર છે. એ અનુભવ કર્યા પછી ઉત્સવ કરવાનો હોય છે જે દશેરા દિવસે  ઉત્સવ કરીએ છીએ. આ નવ દિવસ દરમિયાન જુદી જુદી પુજાઓ અને હોમનું આયોજન રાજકોટમાં થયું હતું.

સાતમ અને આઠમ દરમિયાન હોમ કરવામાં આવ્યા હતા. એમાં વિઘ્નહરતા ના હોમની શરુઆત કરી વાસ્તુશાસ્ત્ર, નવગ્રહ, શુબ્રમણી હોમ,  અને ચંડીહોમ કરવામાં આવ્યા જેમાં આપણે ઉર્જાનો વધારો કર્યો. સત્વની વૃઘ્ધિ કરી દરેક કાર્યની સિઘ્ધિ માટે થઇને પુરા વિશ્ર્વના કલ્યાણ માટે થઇને આ પુજા, હોમ વગેરે કરવામાં આવે છે. સ્વામી વિશ્ર્વસ્વરુપ ની હાજરીમાં બેગ્લોરથી આવેલા પંડીતો દ્વારા શુઘ્ધ ઉચ્ચારણથી મંત્રો દ્વારા વાતાવરણ પવિત્ર કરવામાં આવે છે. જેનાથી પુરા વિશ્ર્વને લાભ છે અને અબતકના માઘ્યમથી પુરા સૌરાષ્ટ્ર કચ્છના લોકોને સંદેશો પહોચાડીએ છીએ.