Abtak Media Google News

તમે ક્યારેય વાદળી રંગના કેળા ખાધા છે ? સ્વાદમાં લાગે છે આઈસક્રીમ જેવા, સ્વાસ્થ્ય માટે પણ છે લાભકારક
શું તમે ક્યારેય વાદળી રંગના કેળા જોયા કે ખાધા છે? કેળાનું નામ પડે એટલે વિશ્વ આખામાં બધાને પીળા રંગના કેળા જ યાદ આવે. ખુબ ઓછા લોકોને ખબર હશે કે કેળાની બીજી જાત અને કલર પણ હોય છે. કેળાના ઘણા ફાયદા છે, પરંતુ વાદળી રંગના કેળા સારા સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વના છે.

આ કેળાની વિશેષતા એ છે કે, તેનો સ્વાદ વેનીલા આઈસ્ક્રીમ જેવો આવે છે. જેના કારણે તેમને ‘આઈસ્ક્રીમ કેળા’ પણ કહેવામાં આવે છે. તેની મુખ્યત્વે ખેતી દક્ષિણપૂર્વ એશિયામાં કરવામાં આવે છે અને હવાઈ શહેરમાં ખૂબ જ લોકપ્રિય છે. વાદળી જાવાના ઝાડ 15 થી 20 ફૂટની ઉંચાઈના હોય છે, અને તેના ઝાડના પાંદડા ચાંદી-લીલા રંગના હોય છે. ટ્વિટર પર એક વ્યક્તિના જણાવ્યા અનુસાર તેનો સ્વાદ વેનીલા આઈસ્ક્રીમ જેવો છે.


આ કેળીની એક વિશેષતા છે કે તેનો સ્વાદ અલગ હોય છે. મલાઇદાર બનાવટવાળા આ કેળાને બ્લૂ જાવા બનાના કહેવાય છે. મૂસા બેલબિસિયાના અને મૂસા એક્યુમિનાટાનું હાઇબ્રીડ કેળુ છે. આ કેળાની મૂળરૂપે દક્ષિણ પૂર્વ એશિયામાં ખેતી થાય છે. આ સિવાય હવાઇ દ્વિપ પર આ કેળા ઉગે છે. દક્ષિણી અમેરિકામાં પણ વાદળી રંગના કેળાની ખેતી થાય છે. કારણકે ઠંડા પ્રદેશમાં આ કેળાનો મબલખ પાક થાય છે.

કબજિયાતથી પીડિત લોકો માટે આ કેળાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ સુતા પહેલા આ કેળાને ઇસાબોલ ભૂસી અથવા દૂધ સાથે પી શકો છો. આમ કરવાથી વ્યક્તિને કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત મળે છે.

સંશોધનોમાં કહેવામાં આવ્યું છે કે, ‘કેળાનું સેવન કરવાથી તણાવ પણ દૂર થાય છે. કેળામાં રહેલું પ્રોટીન શરીરને તાણ મુક્ત અનુભવે છે. આ કારણ છે કે જ્યારે પણ કેળા ખાય છે ત્યારે ડિપ્રેશનના દર્દીઓને રાહત અનુભવાય છે. આ સિવાય કેળામાં વિટામિન B 6 હોય છે, જે લોહીમાં રહેલા ગ્લુકોઝને કાબૂમાં રાખવા મદદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.