તમે નિહાળ્યું છે ક્યારેય બોંબ બ્લાસ્ટ, એર સ્ટ્રાઈક, અંડરવોટર એટેકનું લાઈવ પ્રદર્શન..? જુઓ કચ્છનો આ વીડિયો

રમેશભાઈ ભાનુશાલી, અબડાસા કચ્છ:

સરહદી જિલ્લો કચ્છ કે જ્યા તમામ સુરક્ષા બળો દેશની રક્ષા કરે છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટ રક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે. આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝમાં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે..?? યુધ્ધની સ્થિતિમાં દુશ્મનોનો સામનો કેવી રીતે કરવો..? તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

લખપતના લક્કી નાળાના ક્રીક વિસ્તારમાં જમીન, આકાશ તેમજ જળ માર્ગે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જોઇન્ટ એક્સરસાઇઝ થકી તાકાત પ્રદર્શિત કરવામાં આવી હતી. જ્યારે આપણો દેશ દુશ્મન દેશ પર હુમલો કરે કે સર્જીકલ સ્ટ્રાઈક કરતું હોય છે ત્યારે કેવી રીતે તમામ સુરક્ષા દળ કાર્યવાહી કરતા હોય છે..? તેનું આજે કચ્છના દરિયાઈ સીમા ધરાવતા લખપત વિસ્તારના લક્કી નાળા ખાતે લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતી આ સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જળ, જમીન અને હવાઈ મારફતે કરાયું પ્રદર્શન

આ ક્ષેત્રમાં તૈનાત સંરક્ષણ દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની શક્તિને એકીકૃત કરતી સાચી સંયુક્ત કવાયત સમુદ્ર, હવા અને જમીન દ્વારા સૈનિકોની હિલચાલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આર્મી, એરફોર્સ, બીએસએફ, નેવીના સ્પેશિયલ ફોર્સના કમાન્ડો, બીએસએફના કોર્કોડાઈલ કમાન્ડો, ઈન્ડિયન નેવીના સ્પેશિયલ માર્કોસના જવાનો દ્વારા આ સાગર શકિત એક્સરસાઇઝ હાથ ધરાયું હતું.

બોંબ બ્લાસ્ટ, એર સ્ટ્રાઈક, દુશ્મનની ચોકી કબ્જો, અંડરવોટર એટેક વગેરેનું પ્રદર્શન

BSF, Airforce, Navy, Coast Gaurd અને Marine Police દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જુદી જુદી સુરક્ષા એજન્સીઓના 100થી વધુ જવાનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બોંબ બ્લાસ્ટ, એર એરસ્ટ્રાઈક, દુશ્મનની ચોકી કબ્જો, અંડરવોટર એટેક વગેરેનું પ્રદર્શન કરાયું હતું અને નવા ભારતની શકિતનું પ્રદર્શન કરી દુશ્મનોને મુતોડ જવાબ આપવા દેશના જવાનોએ પોતાની સક્ષમતા દર્શાવી હતી.

ગુજરાત બીએસએફના ડીઆઈજીએ જણાવ્યું કે, દેશની તમામ એજન્સીઓ દ્વારા આજે ક્રીક વિસ્તારમાં એક્સરસાઇઝ કરવામાં આવી.તમામ ફોર્સિસ સાથે રહીને કઈ રીતે કાર્ય કરશે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંઈ રીતે કાર્ય કરવું એના માટે બધા તત્પર છે. દેશની સુરક્ષા કરે છે ત્યારે આ એક્સરસાઇઝ મારફતે તમામ જવાનોએ જાણ્યું કે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો કંઈ રીતે જવાનોએ કાર્ય કરવું.