Abtak Media Google News

કાલિસિંધ નદીના કિનારે એક એવું માતાનું મંદિર સ્થિત છે જ્યાં ધી કે તેલથી નહીં પરંતુ પાણીથી દિવડાને પ્રગટવામાં આવે છે. પોતાની આ અનોખી વિશેષતાને કારણે અહી ભક્તોની ભીડ લાગેલી હોય છે. આ મંદિરમાં તમારે દીવો પ્રગટવા માટે ઘી કે તેલની જરૂર પડતી નથી અહી ઘણા વર્ષોથી પાણીમાં દીવાને પ્રગટવામાં આવે છે.

Mata Ghadiyaghatઆ મંદિરને ગડીયાઘાટવાળી માતાના નામથી પણ જાણવામાં આવે છે. આ મંદિરની પુજા અર્ચના કરતાં પૂજારીએ કહ્યું કે પહેલા હમેશાની જેમ  તેલથી દીવાને પ્રગટવામાં આવતો હતો પરંતુ એક વાર તેમણે સપનામાં માતાએ દર્શન આપી તેમણે પાણીથી દીવો પ્રગટવા કહ્યું અને ત્યારથી લઈ અત્યાર સુધી આ દીવો એમ જ પાણીમાં પ્રગટે છે.

6F57Eaa52C613493E098561A3377A1D4આ દિવને પ્રગટવા માટે કાલિસિંધ નદીના પાણીને લાવવામાં આવે છે. આ મંદિરમાં માત્ર ચોમાસમાં જ દીવો પ્રગટતો નથી કારણ કે અહી આવેલી કાલિસિંધ નદીમાં પાણીનું એટલું સ્તર વધી જાય છે કે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. ત્યાર બાદ જ્યોતને શરદીય નવરાત્રિના પહેલા દિવસે પ્રગટવામાં આવે છે. જે આખુ વર્ષ ચાલે છે. આ મંદિર પોતાની આ પ્રસિધ્ધિ માટે ઘણું જ પ્રચલિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.