Abtak Media Google News

જે વિદ્યાર્થીનો સીજીપીએ સ્કોર 7.5 તેના ચાર વર્ષના અભ્યાસક્રમમાં હશે તો તે એલિઝિબલ ગણાશે

સરકાર શિક્ષણને ખૂબ જ સુંદર બનાવવા માંગે છે અને વધુ ને વધુ લાભ વિદ્યાર્થીઓને મળતો રહે તે માટે અનેકવિધ નવી યોજનાઓને પણ અમલી બનાવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે નવી શિક્ષણ પોલિસી લાગૂ કરવામાં આવી તેમાં હવે ઇન્ટિગ્રેટેડ કોર્સ કરનાર એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ સીધા જ વિદ્યાર્થીઓ ડોક્ટર બની જશે એટલે કે પીએચ.ડી શરૂ કરી શકશે. કેન્દ્ર સરકારે આના માટે વિદ્યાર્થીઓને સીજીપીએનો સ્કોર 7.5 નો હોવો જરૂરી છે.

શિક્ષણ નીતિમાં હવે વિદ્યાર્થીઓએ એચડી માં એડમિશન લેવા માટે માસ્ટર કરવું ફરજિયાત બનશે નહીં અને તેઓ એ જ સમયગાળામાં પીએચડી નો અભ્યાસ કરી ડિગ્રી પણ  યુજીસી માન્ય હશે તેમાંથી મેળવી શકશે. બીજું સૌથી મોટું કારણ એ છે કે સરકાર દ્વારા છે નિયમ અમલી બનાવવામાં આવ્યો છે તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સમયમર્યાદા થતી હતી તેમાં પણ ઘટાડો આવશે અને ઓછા સમયમાં તેઓ બે ડિગ્રી પણ મેળવી શકશે. હાલના તબક્કે રિસર્ચ મા વિદ્યાર્થીઓને જવું વધુ પસંદ પડી રહ્યું છે અને તેના માટે સરકાર દ્વારા નવનિર્મિત નવી શિક્ષણ નીતિ ખૂબ જ ઉપયોગી નીવડશે.

બીજી તરફ નવા નિયમો મુજબ 40 ટકા જેટલી જે સીટો ખાલી પડેલી છે તે યુનિવર્સિટી લેવલ દ્વારા તેની પરીક્ષા લઈ ભરી શકાશે જે અંગેની સત્તા અને તે અંગે નો પાવર યુનિવર્સિટીને આપવામાં આવેલો છે. 60 થી 40 ના રેશિયો મુજબ વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ તેઓને પ્રવેશ અપાશે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓમાં ભાર વગરનું ભણતર જોવા મળશે અને તેઓ વિશેષ અભ્યાસ પણ કરી શકશે જેનો લાભ તેઓને ભવિષ્યમાં મળતો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.