- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- સવારે ડબલ જજની બેંચમાં બે જજના મંતવ્યથી આવ્યો ખંડિત ચુકાદો
- દુ*ષ્કર્મ કેસમાં આસારામને હાઈકોર્ટમાંથી મળી રાહત, ત્રણ મહિનાના જામીનની મળી મંજૂરી
સુરત દુ*ષ્કર્મ કેસમાં આસારામ જેલમાં બંધ છે. જોકે તેણે જામીન માટે અરજી કરી હતી. જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ પર તેના 3 મહિનાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
તબીબી કારણોસર કોર્ટે અરજી મંજૂર કરી, 86 વર્ષની ઉંમર અને સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાને લેવાઈ.
દુ*ષ્કર્મ કેસ મામલે આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે (25 માર્ચ, 2025) સુનાવણી હાથ ધરાઈ હતી. જણાવી દઈએ કે, આસારામે છ મહિનાના કાયમી જામીન માગ્યા હતા.
સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો…
આસારામના જામીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામને 3 મહિનાના હંગામી જામીન આપી દેવામાં આવ્યા છે. સુરત દુ*ષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામે 6 મહિના માટે જામીન માગ્યા હતા. જેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને મેડિકલ ગ્રાઉન્ડ પર તેને 3 મહિના માટેના જામીન આપવામાં આવ્યા છે. 25 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆતને લઈને જામીન અરજીનો ચુકાદો રદ રાખ્યો હતો. જોકે હાઈકોર્ટ દ્વારા આજે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના હંગામી જામીન આપવામાં આવ્યા છે.
આસારામના વચગાળાના જામીન 31 માર્ચે પૂરા થઈ રહ્યા છે, જે મેડિકલ ગ્રાઉન્ડ પર લેવાયા હતા. જામીનને આગળ વધારવા કે નહીં તેના પર ગુજરાત હાઈકોર્ટના બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે ત્રણ મહિના માટે જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો નિર્ણય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટના જજ એ.એસ.સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરાઈ હતી. બપોર બાદ તેના પર જજ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જજ ઇલેશ વોરા ત્રણ મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા, જ્યારે જજ સંદીપ ભટ્ટ વિરોધમાં હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતની એક મહિલાએ આસારામ સામે દુ*ષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમા તેણે જણાવેલું કે 1997થી 2006 સુધી આસારામે તેનું સોષણ કર્યું હતું. વર્ષ 2013માં આસારામ સામે ફરિયાગ નોંધાઈ હતી. જે ફરિયાદ ગાંઘીનગર ટ્રાન્સફર થયા બાદ ત્યા તેની સામે કેસ ચાલ્યો હતો. આ કેસમાં 203માં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ પીડિતાની બહેને દાખલ કરેલા બ*ળા*ત્કારના કેસમાં વર્ષ ૨૦૧૯માં દોષિત સાબિત થયો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસ પણ વર્ષ ૨૦૧૩નો જ છે. આમ, બ*ળા*ત્કારના કેસમાં દોષિત આસારામને તબીબી કારણોસર હાઈકોર્ટ દ્વારા ત્રણ મહિનાના જામીન મળવાથી તેને થોડી રાહત મળી છે.
આસારામને 14 જાન્યુઆરીએ જોધપુર કોર્ટમાંથી 31 માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા હતા. તે જ રાત્રે, તેઓ પાલી રોડ પરના આરોગ્યમથી નીકળીને 10:30 વાગ્યે પાલ ગામમાં તેમના આશ્રમ પહોંચ્યા.
હૉસ્પિટલની બહાર અને પાલ આશ્રમની અંદર અને બહાર સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેમણે ફૂલોની વર્ષા કરીને આસારામનું સ્વાગત કર્યું હતું. ત્યાં સાધકો સાથે થોડો સમય ચર્ચા કર્યા બાદ આસારામ 11 વાગે એકાંતમાં ગયા હતા.