Abtak Media Google News

હોસ્પિટલના સ્ટાફ સહિત 250થી વધુ લોકો  ઉમળકાભેર જોડાયા

રાજકોટ સ્થિત એચ.સી.જી હોસ્પિટલ દ્વારા વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત 250થી વધુ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ આયોજન અંતર્ગત એચ.સી.જી. હોસ્પિટલના ડોકટરો દ્વારા હદયની સંભાળ રાખવા માટે જીણવટભરી સલાહ આપી હતી.

ઉપરાંત કાર્ડિયોલોજીસ્ટ ડો.નિખિલા પાચાણી અને ડો. શુભદેવ ભટ્ટાચાર્ય દ્વારા હદયના સ્વાસ્થ્યને અનુલક્ષીને ખાસ સંબોધન કરવામાં આવ્યું હતું તેમજ ડો. યશ રાણા અને ડો. મિત્તલ દવેએ ફિટનેસ અને આરોગ્યની સંભાળ માટે ખાસ ધ્યાન દોર્યું હતું.

આ ઉજવણીમાં ઉપસ્થિત જનમેદની માટે ખાસ વોકેથોન, એરોબીક્સ, ઝુમ્બા તથા પાવર ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. એચ.સી.જી હોસ્પિટલ રાજકોટના સી.ઈ.ઓ ડો. સુરજ નાથના માર્ગદર્શન અંતર્ગત ઉજવેલાં આ ભવ્ય મહોત્સવને જનતા દ્વારા ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.