એચ.ડી.એફ.સી.ને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની મનાઇ: રિઝર્વ બેંક

નવી ડિજિટલ પહેલ પણ અટકાવતી રિઝર્વ બેંક

ખાનગી ક્ષેત્રની મોટી બેંક એચડીએફસીને નવી ડિજિટલ પહેલ રોકવા તથા નવા ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરવાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રતિબંધ લાદવા છે. રિઝર્વ બેંકના આ પગલાથી એચડીએફસી બેંકના શેરમાં ઘટાડો થયો હતો.

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એચડીએફસી બેંકના ડેટા સેન્ટરના કામકાજમાં આવી રહેલા મુશ્કેલીઓને ઘ્યાનમાં લઇ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ આ આદેશ કર્યો હતો. તેમ બેંકના વર્તુળોએ જણાવ્યું હતું રિઝર્વ બેંકના આ પગલાથી બેકના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

એચડીએફસીએ શેર બજારોને જણાવાયું હતું કે બેંકના ઇન્ટરનેટ બેકીંગ, મોબાઇલ બેકીંગ અને પેમેન્ટ યુટીલીટીમાં છેલ્લા બે વર્ષથી મુશ્કેલીમાં આવી રહી છે એટલે ર ડિસેમ્બરે બેંકે એક ઠરાવ કર્યો હતો.એચડીએફસી બેંકને ડિજિટલ ૨.૦૦ કાર્યક્રમ અંતર્ગત ધંધા સાથે જોડાયેલા તમામ ડિજિટલ પહેલ, આઇડી એપ્લીકેશન બનાવવા તથા નવા ક્રેડીટ કાર્ડ બનાવવા જેવી કામગીરી અટકાવવા રિઝર્વ બેંકે આદેશ કર્યો હોવાનું એચડીએફસી બેંકે જણાવ્યું હતું.આ ખામીઓનો સંતોષપૂર્વક ઉકેલ આવ્યા બાદ જ આ પ્રતિબંધો હટાવવા વિચારાશે તેમ રિઝર્વ બેંકે પોતાના આદેશમાં જણાવ્યું હતું. એનએસઇ ઉપર બપોરે ૧૨.૨૬ કલાકે એચડીએફસી બેંકનો શેર ૧૫૭૫ એટલે કે ૧.૧૩ ટકાના ઘટાડા સાથે ૧૩૯૧ માં ટ્રેડ થતો હતો બાદમાં એસબીઆઇ કાર્ડમાં શેરમાં તેજી જોવાઇ હતી. ૧૨.૨૭ કલાકે એસબીઆઇ કાર્ડનો શેર ૪.૭૪ ટકા એટલે કે ૩૭.૭૫ ના વધારા સાથે રૂ. ૮૩૪.૭૦ ના ભાવે ટ્રેડ થયો હતો.