ના કરી એણે મારા જોડે દિવસો થી વાત, ને મેં એની કિટટા કરી

ના કરી એણે મારા જોડે દિવસો થી વાત,
ને મેં એની કિટટા કરી

સમય ને ગણતો રહ્યો અને જોઈ એની વાટ, ને મેં એની કિટટા કરી

મોબાઈલ સ્ક્રીન માં એના એક ફોન ની વાટ, ને મેં એની કિટટા કરી

આખી રાત સતાવતી રહી મને એની યાદ,
ને મેં એની કિટટા કરી

વિચારો ના વાયરા ટકરાયા આસપાસ,
ને મેં એની કિટટા કરી

તડપતી રહી દિલ ની એક આશ,
ને મેં એની કિટટા કરી

લહેરાતી હવા માં આવી એની સુવાસ,
ને મેં એની કિટટા કરી

ભરી પડી છે મનમાં કહ્યા વગર ની વાત,
ને મેં એની કિટટા કરી

વર્ષો થી લાગી છે એક મુલાકાત ની વાટ,
ને મેં એની કિટટા કરી

ના થયો સ્પર્શ અને એ ક્ષણ ની વાટ,
ને મેં એની કિટટા કરી

ના કરી એને મારા જોડે દિવસો થી વાત,
ને મેં એની કિટટા કરી

– આર. કે. ચોટલીયા