Abtak Media Google News

ટંકારામાં હાર્દિક પટેલની સભામાં હજારો લોકો ઉમટયા: સભાને મંજૂરી નહી પણ ચાંપતો બંદોબસ્ત રખાયો

પાસના નેતા અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ગઈકાલે ટંકારામાં મહાસભા યોજાઈ હતી જેમાં મોરબીથી રોડ શો સાથે ગામડે ગામડે હજારો પાટીદારોના હારતોળા આવકારથી ટંકારા લક્ષ્મીનારાયણ ગ્રાઉન્ડમાં રેલી સભામાં પરિવતીત થતા જનમેદની ઉમટી પડી હતી અને ગ્રોઉન્ડ નાનુ પડતા પાટીદારો ચત અને પારી પર બેસી હાર્દિકને સાંભળ્યા હતો તો હાર્દિકન સભાને મંજૂરી ન મળતા સભા થશે કે કેમ તેવા પ્રશ્ર્નોનો છેદ ઉડાડી દઈ હાર્દિકે જાહેરસભા સંબોધી હતી તો પોલીસ તંત્રના ઉચ્ચ અમલદારો સહિત વહીવટી તંત્ર પણ ટંકારામા ધામા નાખી સભાને જોતુ જ રહી ગયું હતુ.

અંદાજે બારથી તેરેક હજાર જેટલી સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા ત્યારે કોઈ ઘટના ન બને તેજ પાટીદારોની એકતા છે.

હાર્દિકની સભા સમયથી થોડા મોડી શ‚ થઈ હોય સાથે આવેલા પાસના નેતાઓએ ભાષણોમાં વર્તમાન સરકાર પર ચાબખા મારી ખોટી ખોટી વાતો કરી સમાજને તોડવાનો, પ્રયત્ન કરતા હોવાનું જણાવ્યું હતું. હાર્દિકની ટંકારામાં એન્ટ્રી થતા જ ગુલાબની પાંદડીથી આકાશ છવાયુ હતું અને જોત જોતામાં હજારો યુવાનો સભા મંડપમાં એકઠુ થયું છે.

હાર્દિક ટંકારાથી દરેક સભામાં વંદે માતરમ ગાન વગાડી સભા શ‚ કરવાની શ‚આત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે અમે સમાજની વાત લઈ નિકળ્યા છી. અમો કોઈ રાષ્ટ્રદ્રોહિ કે રાજદ્રોહિ નથી અમારી સભામાં પણ તિરંગો હોય છે ત્યારે અનામત તો મળવામાં વાર લાગે તો વાંધો નહી પરંતુ લેઉવા પટેલને કડવા પટેલ એક થયા એજ મોટુ અનામત છે. હાર્દિક તેની સભામાં વર્તમાન સરકારને આડે હાથ લીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય ‚પાણીને પાણી વગરના નેતા ગણાવી. ખેડૂતોના દેવા માફમાં પણ રાજકારણ રમતાનું જણાવ્યું હતું તો આરડીસી બેંકને મોટી ગફલાવાળી અને કૌભાંડી બેન્ક ગણાવી ખેડુતોને લોલીપોપ આપનાર બેન્ક ગણાવી હતી.

આ તકે સભામાં વ‚ણ પટેલ, અક્ષય પટેલ, રેશમાબેન પટેલ, ગીતાબેન પટેલ, લલિત વસોયા, જગાબાપા, નિલેશ ચંદ્રવાડીયા, કાયલ પટેલ, અમીત પટેલ મનોજ પનારા, મનોજ કાલરીયા સંજય અલગારી સહિત ટંકારા પાસ ટીમ અને મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.

ટંકારા પાસની સભામાં આવી પહોંચે બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલનું સન્માન કરવા માટે દરેક સમાજ ઉમટી પડયો હતો. જેમાં ક્ષત્રિય સમાજ આહિર સમાજ બ્રાહ્મણ સમાજ, મુસ્લિમ સમાજ દલિત સમાજ લુવાણા સમાજ સહિતનાઓ સ્ટેજ પર જઈ હાર્દિકનું સ્વાગત કરી હારતોલા કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.