Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Lifestyle»Health & Fitness»સ્વસ્થ અને તંદુરસ્ત ફેફસાથી જ ઓકિસજન લેવલ રહે ‘ટનાટન’
Health & Fitness

સ્વસ્થ અને તંદુરસ્ત ફેફસાથી જ ઓકિસજન લેવલ રહે ‘ટનાટન’

By Abtak Media30/11/20226 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp
તમારા ફેફસા જેટલા મજબૂત તેટલી કૃત્રિમ ઓકિસજનની જરૂર ઓછી: ફેફસા હશે ફાઇન તો કોરોના વાયરસ સામે ફાઇટ આપી શકશો: વિટામીન સી વાળા ફળોનો નિયમિત આહાર કરો

ફેફસા એક બેસ્તરના પડથી વીંટળાયેલા હોય છે જે છાતીના પોલાણને જોડે છે: સમગ્ર શરીરમાં ઓકિસજન ફેલાવવા માટે હ્રદય અને રૂધિરા ભિસરણ તંત્ર સાથેના જોડાણમાં ફેફસાની ભૂમિકા અહંમ

કોરોના મહામારીમાં શ્વાસ લેવાની તકલીફ સાથે ઓકિસજન  લેવલ ઘટવાની બહુ ફરીયાદ જોવા મળતી હતી. વધતું જતું પ્રદુષણ અને આપણી લાઇફ સ્ટાઇલ, ધુમ્રપાન, વ્યસનો કારણે આપણા શ્ર્વસન તંત્રના મહત્વનાં અંગ ફેફસા નબળા પડેલા હોય ત્યાં આ મહામારીને કારણે હવે સૌ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. શ્વાસને અંદર બહાર કરવાની પ્રક્રિયામાં સૌથી અગત્યની ભૂમિકા  ફેફસાની છે. શ્વાસની ક્રિયામાં ફેફસામાં ઇન્હેલેશન દ્વારા હવામાંથી ઓકિસજન લે છે, સેલ્યુલર શ્વાસો ચ્છાસ દ્વારા ઉત્પાદીત કાર્બન ડાયોકસાઇડને બહાર કાઢે છે. કાર્ડિયોવાસ્કપુલર સિસ્ટમ સાથે ફેફસા નજીકથી સંકળાયેલા છે.

આપણાં શહેરમાં બે ફેફસા હોય છે. જેમાં એક છાતીના પોલાણની ડાબી બાજુ અને બીજું જમણી બાજુ પર સ્થિત છે. જમણા ફેફસાના ત્રણ વિભાગ અને ડાબી બાજુનાને બે ભાગ હોય છે. ફેફસા એક-બેસ્તરના પડથી વીંટળાયેલા હોય છે. જે છાતીના પોલાણને જોડે છે. સમગ્ર શરીરમાં ઓકિસજન ફેલાવવા માટે હ્રદય અને રૂધિરાભિસરણ તંત્ર સાથે જોડાણમાં ફેફસા કામ કરે છે. જેમ જેમ હ્રદય ચક્ર દ્વારા રકતનું પ્રસાર કરે છે, હ્રદયમાં પરત આવવાથી ઓકિસજન ક્ષીણ લોહી ફેફસામાં પમ્પ થાય છે. પલ્મોનરી ધમની હ્રદયમાંથી ફેફસામાં લોહી વહન કરે છે. આ ધમની હ્રદય અને શાખાઓના જમણાં વેન્ટ્રિકલમાંથી ડાબી અને જમણી પલ્મોનરી ધમની સુધી વિસ્તરે છે. ડાબી ડાબા અને જમણી જમણાં ફેફસામાં વિસ્તરે છે.

શ્વાસો  શ્વાસની પ્રક્રિયા દ્વારા હવાને ફેફસામાં આપવામાં આવે છે. શ્વાસ લેતી વખતે પડદાની મુખ્ય ભૂમિકા છે. પડદાનું એક સ્નાનયુબઘ્ધ વિભાજન છે. જે પેટની પોલાણથી છાતીના પોલાણને અલગ કરે છે. છાતીનું પોલાણ ઉપર નીચે  થઇને ફેફસામાં હવાનું દબાણ ઘટાડે છે. જે હવાના માર્ગો દ્વારા ફેફસામાં ખેચવામાં આવે છે. આ પ્રક્રિયાને ઇન્હેલેશન કહેવાય છે. શ્વાસને અંદર – બહાર કાઢવાનું નિયમનએ સ્વાયત નર્વસ પ્રણાલીનું કાર્ય છે. શ્વાસને મગજના પ્રદેશ દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે. મગજના ચેતા કોષો જ પડદાને સંકેત આપે છે અને પાંસળી વચ્ચેના સ્નાયુઓ સંકોચન કરે છે જે શ્વાસ પ્રક્રિયા શરુ કરે છે.

ALSO READ  રમત અને સ્વાસ્થ્ય વચ્ચે અનેરો સંબંધ

ફેફસાના આરોગ્ય માટે ચોખ્ખી હવા ખુબ જ જરૂરી છે. ધુમ્રપાન અને સેક્ધડ હેન્ડ ઘુમાડો અને અન્ય પ્રદુષણોથી દૂર રહેવું હિતાવહ છે. ઠંડી અને ફલૂ સિઝન દરમ્યાન જીવાણુંના સંપર્કથી દૂર રહીને શ્વાસો ચ્છવાસના ચેપ સામે રક્ષણ કરવું. નિયમિત એરોબિક કસરત ફેફસાની ક્ષમતા અને આરોગ્ય સુધારવા માટે ઘણી ઉપયોગી છે. આ ઉપરાંત ફેફસા મજબૂત રાખવા દૈનિક ભોજનમાં પોષકતત્વો વાળો ખોરાક લેવો જોઇએ. જો કે શરીરના દરેક ભાગને તંદુરસ્ત રાખવા જરુરી છે. પણ હ્રદય અને ફેફસાને હેલ્ધી રાખવા ખુબ જ જરુરી છે. ફેફસા શરીરનો એ ભાગ છે. જે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે. ધુમ્રપાન તમાકુ વિગેરે ફેફસાને નુકશાન કરે છે તો તેની સામે ઉત્તમ ખોરાક વડે તેને તંદુરસ્ત રાખીને સારૂ જીવન જીવી શકાય છે. સૌથી અગત્યની વાતમાં ફેફસાને તંદુરસ્ત રાખવા એન્ટીઓકિસડેન્ટ ખુબ ફાયદાકારક છે આને કારણે જ ફેફસામાં હાજર ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી શકાય છે.

એન્ટી ઓકિસડેન્ટ આપણને ગાજર, બ્રોકોલી, સકકરીયા, ટમેેટા અને લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી મળે છે તેથી તેનું નિયમિત સેવન કરવું  જરુરી છે. આ ઉપરાંત માછલી, ડાઇફુટ અને અળસીમાંથી આપણને ઓમેગાક ફેટી એસીડ મળે છે. જે ફેફસા અને મગજને તંદરસ્ત રાખે છે. મસુરની દાળ અને મેથી રોગ પ્રતિકારક તંત્ર સાથે આપણા ફેફસા પણ ‘ટનાટન’ રાખે છે. સૌથી અગત્યની બાબતમાં વીટામીન-સી ધરાવતા ફળો ફેફસાને ચોખ્ખા , તંદુરસ્ત રાખે છે. આવા ફળોમાં નારંગી, લીંબુ, ટમેટા, કીવી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ વિગેરેમાં એન્ટી ઓકિસડન્ટસ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે દરરોજ ખાવા જરુરી છે. જેને કારણે શ્વાસ દરમિયાન શરીરના અન્ય ભાગોને ઓકિસજન આપવામાં મદદ કરે છે.

ALSO READ  ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવા માટે આ યોગ કરો

કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ ત્રણ-ચાર મહિના ઘ્યાન રાખવું જરુરી છે. કેટલાકને ફેફસામાં અસર હોવાથી થોડુ ચાલે તો હાંફી જાય કે, ઘરમાં થોડું કામ કરે તો શ્વાસ ચઢવા લાગે છે. લોહીમાં ઓકિસજનનું પ્રમાણ જળવાતું નથી. આ ટાઇપના કેસ દેશમાં અને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. ડોકટરો માટે પલ્મોનરી ફાઇબ્રોસીસ થવાને કારણે સ્વસ્થ થયા બાદ પણ તેના ફેફસા વ્યવસ્થિત રીતે કામ કરતાં ન હતા. કોરોનાના પરીક્ષણ માટે છાતીનો એકસ રે- સ્કેન આજકાલ કરાવે છે. પવર્તમાન કોરોનાના દર્દીને તાવ- ઉઘરસ શરદી જેવા લક્ષણો કે તે વિનાના પોઝીટીવ જોવા મળે છે. ન્યુમોનિયા વાળા દર્દી ઓછા હોય છે પણ ઓકિસજન લેવલ ઘટવાને કારણે વેન્ટિલેટર પર દર્દીને રાખવા પડે છે.

કોરોના બાદ શ્વાસ આવાગમન એટલે કે બ્રીધીંગ એકસરસાઇઝ કરવી ખુબ જ જરુરી છે. સાજા થયેલામાંથી પ ટકા લોકોમાં પણ પલ્મોનરી ફાઇબ્રોસિસની એટલે કે ફેફસા નબળા પડવાની સમસ્યા રહેતી હોય તો પણ આવા દર્દીની સંખ્યા બહુ મોટી હોવાની સાજા થયા બાદ ઓકિસજન લેવલ 90 થી 95 રહેતું હોય પણ બે ત્રણ મિનીટ ચાલવાથી 80 થી 85 થઇ જાય તો તેને એ બાબતી સારવાર સાથેની તકેદારી પલ્મોનરી રિહેબિલિટેશનની જરુર પડે છે. કોરોનાને કારણે ફેફસા કેટલી હદ સુધી નુકશાન થાય છે તે ઉપરથી માંસપેશીઓ સક્ષમ થતાં વાર લાગે છે. કદાચ મહામારી સમાપ્ત થયા બાદ પણ દેશમાં ફેફસાને લગતી સમસ્યાથી દર્દીઓ પીડાતા હશે.

કોરોના વાયરસ આપણાં શરીરના શ્ર્વસન ક્રિયા સાથે સંકળાયેલા ફેફસાને સૌથી વધુ અસર કરે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરે છે. પરિણામે વાયુ કોષોની વાયુની આપલે કરવાની ક્ષમતા રહેતી નથી. આમ જોઇએ તો ફેફસાનું મુખ્ય કાર્ય શ્ર્વસનનું છે. જેના દ્વારા ઓકિસજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરના કોષોને પહોચાડે છે. કોરોનાથી જે દર્દીના ફેફસા નબળા પડયા હોય તેને માટે ‘સ્પાયરો મેટ્રીની કસરત’ સંજીવની સમાપ્ત છે.આપણાં ફેફસાને તંદુરસ્ત રાખવા પોષણ યુકત આહાર લેવો જરુરી છે. સિગારેટના ઘુમાડા અને પર્યાવરણના ઝેરી પદાર્થોના સંપકની સાથે ખરાબ આહાર પણ આપણા ફેફસા નબળા પાડે છે. ફેફસા આપણાં શરીર માટે ઓકિસજનના ફિલ્ટરનું કાર્ય કરે છે. જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો ફેફસાનું અટકયા વગર કામ કરવું જરુરી છે. મોટાભાગના બોડીના કાર્યો ફેફસા પર નિર્ભર છે.

ALSO READ  લીમડાના પાણી પીવાથી 6 અદ્ભુત ફાયદા, જાણો ક્યારે પીવું…

ફેફસાની ક્ષમતા જાણવા પલ્મોનરી ફંકશન ટેસ્ટ: PFT

આપણાં શરીરમાં પંચેન્દ્રીયો ઉપરાંત ફકત  ફેફસા જ એવું અવયવ છે જે વાતાવરણના સીધા સંપર્કમાં આવે છે, જેને કારણે વાતાવરણની સિધી અસર તેને થાય છે. કેટલાંક એલર્જીક દ્રવ્યો જેવા કે સીગારેટનો ઘુમાડો, પરાગરજ, પક્ષી-પ્રાણીની રૂવાંટી, ધુળ, ઘુમાડાથી આપણાં ફેફસા અને શ્વાસ નળી ખરાબ થાય છે, આને કારણે અસ્થમા, COPD  અને ફેફસાના ફાઇબ્રોસીસ જેવા રોગો થાય છે. ફેફસાની ક્ષમતા જાણવા પલ્મોનરી ફંડશન (PFT) ટેસ્ટ કરાવવો પડે છે. જયારે કોઇ વ્યકિતને ચાલતી વખતે કે બેઠા – બેઠા શ્વાસની તકલીફ જણાય તો તેને સામાન્ય રીતે હ્રદયના રોગને ફેફસાની બિમારીનું દિશા સૂચન કરે છે.

ફેફસાના આરોગ્ય માટે ચોખ્ખી હવા જરૂરી

શ્વાસો શ્વાસની પ્રક્રિયા દ્વારા હવાને ફેફસામાં આપવામાં આવે છે. ફેફસાના આરોગ્ય માટે ઓખ્ખી હવા ખુબ જ જરૂરી છે. છાતીનું પોલાણ ઉપર નીચે થઇને ફેફસામાં હવાનું દબાણ ઘટાડે છે, જે હવાના માર્ગો દ્વારા ફેફસામાં ખેંચવામાં આવે છે. ધુમ્રપાન અને સેક્ધડ હેન્ડ ઘુમાડો અને અન્ય પ્રદુષણથી દૂર રહેવું હિતાવહ છે.

HEALTH Health News LIFE STYLE news Oxygen
Share. Facebook Twitter WhatsApp
Previous Articleદારુબંધી વાળા ગુજરાતમાં આ જિલ્લાને મતદાનના દિવસે ‘ડ્રાય ડે’ તરીકે કર્યો જાહેર
Next Article અમદાવાદ એરપોર્ટ ઉપર 13 કરોડના સોના સાથે 3ની ધરપકડ
Abtak Media
  • Website

Related Posts

6 ફળો આરોગ્ય માટે છે બેસ્ટ 

23/09/2023

સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવાથી એક મહિનામાં દેખાશે બદલાવ!

23/09/2023

બટાકાથી સ્કીનને થાય છે અદ્ભુત ફાયદાઓ

22/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.