Abtak Media Google News

વોકહાર્ટ હોસ્પિટલથી ૫.૩૭ અને સ્ટર્લીંગ હોસ્પિટલથી ૫.૨૨ મિનિટમાં એર એમ્બ્યુલન્સ એરપોર્ટ પહોચી

ધબકતું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે છ કલાકનો જ સમય હોય છે. ત્યારે દાતા દ્વારા હાર્ટ ડોનેટ કર્યા બાદ રાજકોટથી અમદાવાદ અને વડોદરા તાત્કાલિક કરવા માટે ગ્રીન કોરીડોર નકશો તૈયાર કરી એરપોર્ટ, ડોકટરની ટીમ અને પોલીસ દ્વારા વોકહાર્ટ થી એરપોર્ટ અને સ્ટલીંગથી એરપોર્ટ સુધીની મોકડ્રીલ યોજવામાં આવી હતી.

દેશના કોઇ પણ ખૂણે ધબકતું હૃદય પહોચાડવાનું હોય ત્યારે એક એક સેક્ધડ કિંમતી બની જતી હોય છે. મેટ્રોસિટીમાં ટ્રાફિકની અડચણ અને હજારો વાહનો તેમજ ભીડભાડવાળા વિસ્તારમાંથી હૃદય લઇ જવું કપ‚ બની જતું હોય છે. ત્યારે રાજકોટમાં હૃદયને એરપોર્ટ સુધી પહોચાડવામાં ટ્રાફિક શાખાના માર્ગ દર્શન હેઠળ ગ્રીન કોરીડોર નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.

Dsc 1953ગ્રીન કોરીડોર નકશામાં વોકહાર્ટથી એરપોર્ટ અને સ્ટલીંગથી એરપોર્ટ સુધી ધબકતું હૃદય પહોચતું કરવામાં કેટલો સમય લાગે અને માર્ગમાં શુ મુશ્કેલી નડે તે અંગેની ચકાસણી કરવા માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી.

પ્રથમ સવારે દસ વાગે વોકહાર્ટથી કોટેચા ચોક, હનુમાન મઢી થઇ એરપોર્ટ સુધી પહોચતા એરએમ્બ્યુલન્સને માત્ર ૫.૩૭ મિનિટ થઇ હતી. જ્યારે સ્ટલીંગ હોસ્પિટલથી રૈયા ચોકડી, હનુમાન મઢી થઇ એરપોર્ટ પહોચવામાં ૫.૨૨ મિનિટનો સમય લાગ્યો હતો. એર એમ્બ્યુલન્સમાં જ‚રી તબીબો હતા. એર એમ્બ્યુલન્સને પોલીસ દ્વારા પાયલોટીંગ આપવામાં આવ્યું હતું. ગ્રીન કોરીડોર માર્ગ પર ૧૨૪ પોલીસ અધિકારીઓ તૈનાત રહ્યા હતા અને જ‚રી ટ્રાફિક ડ્રાયવર્ડ કરાવ્યો હતો.

ગ્રીન કોરીડોર માર્ગ પર રેલવે ફાટક આવતા નથી પણ કેટલાક સ્થળે સ્પીડ બ્રેકર આવતા હોવાથી કોર્પોરેશનની મદદથી બની જ‚રી સ્પીડ બ્રેકર દુર કરાવવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટે જણાવ્યું હતું.

ધબકતું હૃદય જ્યારે અન્ય શહેરમાં લઇ જવામાં આવશે તે પહેલાં તબીબો દ્વારા છ કલાક અગાઉ પોલીસને જાણ કરવામાં આવશે તો ૧૨૪ પોલીસ અધિકારીઓ ગ્રીન કોરીડોર માર્ગ પર તહેનાત થઇ જશે અને પાયલોટીંગ આપવામાં આવશે તેમ જોઇન્ટ પોલીસ કમિશનર ભટ્ટે જણાવ્યું હતું. ભવિષ્યમાં રાજકોટથી કોઇનું હૃદય અન્ય શહેરમાં પહોચડાવાનું થશે તો તબીબો અને પોલીસ સમય બચાવવામાં સક્ષમ હોવાનું કહ્યું હતું. જો કે હાલમાં રાજકોટમાં એક પણ હોસ્પિટલને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની મંજુરી મળી નથી. ગ્રીન કોરીડોર માર્ગ પર ટ્રાફિક નિયમન કરવાની જવાબદારી ટ્રાફિક બ્રાન્ચને સોપવામાં આવી છે. મોકડ્રીલ દરમિયાન ટ્રાફિક બ્રાન્ચના એ.સી.પી. જે.કે.ઝાલાએ પાયલોટીંગ કર્યુ હતું.

પત્રકાર પરિષદમાં ઉપસ્થિત તબીબોએ બ્રેન્ડ ડેડ વ્યક્તિનું જ હૃદય, કીડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શકતું હોવાનું જણાવ્યું હતું અને છ કલાકમાં હૃદય, લીવર અને કીડની પહોચાડી શકાય તો જ દર્દીને ઉપયોગી થઇ શકે તેમ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.