દિવના જોખમી બાણુમાં ફસાયેલા માછીમારોનું દિલધડક રેસ્કયુ

નિરવ ગઢીયા, દીવ:

દિવના જોખમી વણાંક બારામાં હરિપ્રસાદ નામની બોટના 7 ખલાસીઓ ભયજનક રીતે ફસાઇ જતાં જેઓનું હેલીકોપ્ટર દ્વારા સફળ રેસ્કયુ કરાયું હતું. બોટનું મશીન બંધ પડતા કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટર દ્વારા રાત્રીના સમયે દિલધડક રેસ્કયુ કરી માછીમારોના જીવ બચાવાયા હતા. દિવ ના વણાંકબારા કોટડા ના જોખમી બાણું (માઉન્ટ ઓફ ક્રીક )માં હરિ પ્રસાદ  નામની બોટ ના  7 માછીમારો ને કોસ્ટ ગાર્ડ ના હેલિકોપ્ટર દ્વારા રાત્રીના સમયે દિલધડક રેસ્ક્યુ કરીને જીવતા બચાવ્યા.

બોટ ટંડેલ અને માલિક સહિત 7 માછીમારો મશીન બંધ પડતા ફસાયા: કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા રાત્રીના દિલધડક રેસ્કયુ કરાયું

બોટ ટંડેલ  અને માલીક  સહીત 7 માછીમારો સાથે  બોટ નું મશીન બંધ પડતા બીજી બોટ દ્વારા   ઊંડા દરિયા માંથી રસી  બાંધી  નારે લાવતા વણાંકબારા કોટડા ના  જોખમી બાણા  માં દરિયા ના મોજા ના કરંટ થી રસી તૂટી  જવા પામી હતી. બાણા માં બોટ ફસાઈ જતા 7 માછીમારોની જીદંગી ઉપર ખતરો મંડરાતા દિવ પ્રસાશને માછીમારો ને રેસ્ક્યુ કરવાં કોસ્ટ ગાર્ડ નો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દવરા  રેસ્ક્યુ કરીને  7 માછીમારોની જીદંગી  બચાવવા રાત્રી ના 10 કલાકે 45 મીનીટ સુધી કોસ્ટ ગાર્ડની ટીમે ઓપરેશન માછીમાર હાથ ધરીને 7 માછીમારોની જીંદગી બચાવી માછીમારોએ બહાર આવી તમામનો આભાર માન્યો હતો.