પ્રચંડ બહુમતિ બદલ ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોનો હ્રદયથી આભાર: લાખાભાઇ સાગઠીયા

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ગઇકાલે જાહેર થયેલા પરિણામો અંતર્ગત ફરી એક વાર ભાજપની વિજય પતાકા લહેરાવાનો શ્રેય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ કાર્યકર્તા ઓ અને સમર્થકોને આપ્યો હતો. અને તેઓનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.રાજકોટ શહેરના મતદારોએ ૧૯૭૫ થી ૨૦૨૧ સુધીમાં ૪પ વર્ષ સુધી ભાજપ ઉપર વિશ્ર્વાસ મુકેલ છે. જે ફરીથી પાંચ વર્ષ માટે વિશ્ર્વાસ મૂકીને દેશમાં રેકોર્ડ બ્રેક તરફ લઇ જવા માટે રાજકોટના તમામ મતદારોનો ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ આભાર વ્યકત કર્યો હતો. લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું છે કે ૨૦૧૫ની સાલમાં વિધાનસભા ૭૧માં વોર્ડ નંબર ૧૧, ૧ર અને ૧૮ ની બાર સીટમાંથી એક પણ સીટ મળી ન હતી.  જે આ ચુંટણીમાં તમામ વોર્ડમાં જંગી બહુમતી મળી અને તેવી પ્રચંડ બહુમતિ આવવા બદલ તમામ ભાજપ કાર્યકર્તાઓ તથા સમર્થકોનો હદ્રયથી આભાર માનું છું અને લોકોએ જે વિશ્ર્વાસ મુકેલ છે. એટલી જ મોટી જવાબદારી પણ પક્ષની અને ચુંટાયેલા પ્રતિનિધિઓની રહેશે જે ઘ્યાને ઉપર લે અને જવાબદારી પૂર્વક લોકસેવામાં લાગી જાય તેમ નિવેદનના અંતે લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું છે.