Abtak Media Google News

માર્ચ થી મે દરમિયાન સામાન્યી વધુ ગરમી રહેશે: ઉત્તર-પશ્ર્ચિમી પ્રદેશમાં દર વર્ષની સરખામણીએ ૧ ડિગ્રી તાપમાન વધશે તેવી દહેશત.

ફેબ્રુઆરીના અંતમાં જ લોકો ગરમીનો અનુભવ કરવા લાગ્યા છે. શહેરી વિસ્તારોમાં ઉકળાટ-બફારાના કારણે લોકો મુંઝારો અનુભવે છે ત્યારે આ મુંઝારાને વધારે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉનાળામાં વધુ ગરમી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ઉનાળા દરમિયાન સૂર્ય નારાયણ કોપાઈમાન રહેશે અને દર વર્ષ કરતા વધુ તાપ ઓકશે તેવી દહેશત છે.

ભારતીય હવામાન વિભાગના મત મુજબ માર્ચી મે મહિના દરમિયાન દેશમાં તામપાનનો પારો ઉંચો રહેશે. દેશનો ઉત્તર-પશ્ર્ચિમી પ્રદેશમાં હવામાન સૌી વધુ નોંધાઈ તેવી દહેશત હવામાન ખાતાએ વ્યકત કરી છે. આ પ્રદેશમાં સામાન્ય કરતા એક ડિગ્રી સેલ્સીયસ તાપમાન વધુ નોંધાશે તેવું માનવામાં આવે છે. જયારે દેશના અન્ય ભાગમાં પણ સૂર્ય નારાયણ ભરપુર તાપ વરસાવશે તેવું હવામાન ખાતા (આઈએમડી) દ્વારા જણાવવામાં આવ્યું છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસન, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ચંદીગઢ, બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા અને તેલંગાણા સહિતના રાજયોમાં ગરમીનો પ્રકોપ સામાન્ય કરતા વધુ રહેશે. મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભ સહિતના પ્રદેશમાં હિટવેવનો અનુભવ શે. વર્ષ ૨૦૧૬ સદીનું સૌથી વધુ ગરમ વર્ષ હતું. આ વર્ષમાં રાજસનમાં ૫૧ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. અત્યાર સુધી નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું.

થોડા દિવસ રાહત બાદ તાપમાન એકાએક વધશે

પાકિસ્તાનઉત્તર વિસ્તારની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેને લીધે આગામી ત્રણ દિવસમાં રાજકોટ સહિત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘટવાની સાથે લઘુતમ તાપમાનમાં વધારો થશે, જેથી ગરમીનાં પ્રમાણમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ, સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરો અને દરિયાકાંઠા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગત વર્ષે તાપમાનમાં વધારો તા ૧૬૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાંી ૭૦૦ લોકો હિટવેવના કારણે મોતને ભેટયા હતા. આંધ્રપ્રદેશ અને તેલગાણામાં ૪૦૦ લોકોના ગરમીના પ્રકોપે મોત યા હતા. વર્ષ ૨૦૧૭ શ‚ યા બાદ અત્યાર સુધી નોંધાયેલું સરેરાશ તાપમાન પણ દર વર્ષની સરખામણીએ સામાન્ય કરતા વધુ છે. જેના અંદાજી જણાય આવે છે કે, આગામી ત્રણ મહિના લોકો માટે ખુબ જ મુશ્કેલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.