દિલ્હીમાં લોકડાઉન જાહેર થતા જ દારૂની દુકાનો પર ભારે ભીડ, મહિલાએ કહ્યું-ઈન્જેક્શન ફાયદો નહીં કરે, પરંતુ….

0
84

દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણ તેની ચરમસીમાએ પહોંચ્યા બાદ દિલ્હી સરકારે આજે રાતના10 વાગ્યાથી 6 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત બાદ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન થવાના સમાચાર મળતા જ દારૂના શોખીનો માટે જાણે આભ ફાટ્યુ હોય અને તેઓ તરત જ નજીકની દારૂની દુકાનો તરફ દોડી ગયા હતાં. ઘણી જગ્યાએ દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક દુકાનો પર સોશિયલ ડિસ્ટેસિન્ગના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં.

દિલ્હીની ખાન માર્કેટ સ્થિત આ દારૂની દુકાનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમ કે, આ લોકો સોશિયલ ડિસ્ટેસિંગ વિશે જાણતા ન હોય અથવા કદાચ દારૂ લેવાની ખૂબ જ જલ્દી હોઈ. દિલ્હી સરકારે 6 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં લોકો પોતાના હિસાબે દારૂનો જથ્થો ખરીદી રહ્યાં છે.

આ દરમિયાન શિવપુરી ગીતા કોલોનીમાં એક દુકાન પર દારૂ ખરીદવા આવેલી મહિલાનું કહેવું છે કે,ઈન્જેક્શન ફાયદો નહી કરે, એ દારૂ ફાયદો કરશે….મને દવા અસર નહીં કરે, એક પેક અસર કરશે…

ઉલ્લેખનિય છે કે, આજ રાતના 10 વાગ્યાથી દિલ્હીમાં લોકડાઉન આવતા સોમવારના પાંચ વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન, બધી આવશ્યક સેવાઓ તેને બાકાત રાખવામાં આવી છે. ખાનપાન, મેડિકલ અને લગ્ન સમારોહ યોજાશે. વધુમાં વધુ 50 લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે અને આ માટે પાસ આપવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના 25 હજારથી વધુ નવા દર્દીઓ દરરોજ સામે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here