Abtak Media Google News

રપ હજારથી વધુ મેદનીએ માણી આતશબાજી: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન: નાયગ્રા ઘોધ, હેપી દિવાળીએ ભારે આકર્ષણ જમાવ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના પાવન પર્વ પ્રસંગે રાત્રીના ૮ કલાકે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભવ્ય આતશબાજી યોજાઇ હતી.  જેનું ઉદધાટન સાંસદ મોહનભાઇ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અઘ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉ૫સ્થિત રહ્યા હતા. આતશબાજી માણવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા.9 7આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ લોકોનાં મનોરંજન માટે ઉજવવામાં આવે છે. રાજકોટની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.10 9મેરય બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ વાસીઓને ધનતેરસ અને દિવાળીની શુભેચ્છા પાઠવી વધુમાં જણાવ્યું કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આતશબાજી કાર્યક્રમ રાજકોટની જનતાના મનોરંજન માટે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પરંપરાગત કાર્યક્રમ છે.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધનતેરસના પર્વ નીમીતે મનવા દ્વારા આતશબાજુના કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૨૫ હજાર લોકો આતશબાજીમાં રંગબેરંગી ફટાકડાનો આનંદ લેદા માટે આવ્યા હતા.5 7સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પલા ધનતેરસના દિવસે આતશબાજીનો કાર્યક્રમ યોજાય છે. અને રાજકોટના લોકો આ આતશબાજી ઉત્સાહભેર નીહાળે છે.6 7આ તકુ નિતીન ભારદ્વાજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિવાળીના શુભ દિવસે શરુ થઇ ગયા છે. હિન્દુ સમાજનો નવા વર્ષની શુભ શરુઆત થઇ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રાજકોટની પ્રજા માટે આતશબાજી નો કાર્યક્રમ થાય છે. ૨૫ હજાર લોકો આ આતશબાજી માણતા હોય છે.7 6રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ અબતક સાથેની વાતચીતમા જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ અવસરે માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર ૮ થી ૧૦ ના સમયે જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકો અને અન્ય લોકો આતશબાજી માણી શકે તે હેતુથી પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે.11 8રાજકોટ મ્યુનિ. કમિશ્નર બંછાનીધીયા પાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસે આતશબાજુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

2 23 સ્ટેડીયમ માં અને આજુબાજુના રેસકોર્ષ ગ્રાઉન્ડ સહીતના રસ્તા પરથી લોકોએ આતશબાજીને માણી હતી. સુપ્રીમનાં ચુકાદા અનુસાર ૮ થી ૧૦ વચ્ચે જ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.4 12ધાર્મિક પર્ણ કે કોઇપણ પર્વ હોય એક સાથે મળી ને ઉજવે છે. આ ઉપરાંત હર હંમેશ કોર્પોરેશન પણ જનતા સાથે રહી ને ઉજવણીના પ્રયાસો કરતું આવ્યું છે.8 7આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ઇન્ડિયન ઇન્સ્ટી. ઓફ આયુર્વેદા ચેરમેન મેહુલભાઈ રૂપાણી, જીનિયસ સ્કૂલ ચેરમેન ડી. વી. મહેતા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ અજયભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, દર્શિતાબેન શાહ, કિરણબેન સોરઠીયા, અંજનાબેન મોરજરીયા વિગેરે ઉપસ્તિ રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.