રાધનપુરના સાતુન ગામનાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન

નર્મદા નિગમની ઘોર બેદરકારી…

 

અબતક, દિપક સથવારા, પાટણ

રાધનપુર નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે સાતુન ગામની સીમના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતરોમાં વાવેતર કરેલ પાકને મોટ પ્રમાણમાં નુકસાન થયુ છે. અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં નિગમ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા ખેતીની સિઝન ટાણે ખેડૂતોને ભારે નુશાન વેઠવાનો વારો આવ્યો છે.

રાધનપુર મહેસાણા હાઈવે પર થી પસાર થતી નર્મદા નિગમની રાધનપુર બ્રાન્ચ કેનાલના વધારાના પાણીના નિકાલ માટે બાજુમાં આવેલ કાચી કેનાલ (એસકેએફ)માં પાણી છોડવામાં આવે છે નર્મદા નિગમનું વધારાનું પાણી કાચી કેનાલ દ્વારા સાતુન ગામની સીમમાં આવેલ તળાવ માં જાય છે. હાલ ગામનું તળાવ ભરાયેલું હોવાને કારણે તળાવ ઓવરફલો થઇ કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ભરાતા નિગમની બેદરકારી સામે આવી હતી. સાતુન ગામની સીમમાં આવેલ 20 થી 25 ઓરીયાવા જમીનમાં નર્મદાનું પાણી ભરાતા તમામ ખેતરો તળાવ બની જવા પામ્યા હતા. આ બાબતે બચુભાઈ લક્ષ્મણભાઈ નાડોદા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિંચાઈ વિભાગની કાચી કેનાલમાં નર્મદા નિગમ દ્વારા ગેટ મૂકવામાં આવ્યો છે આ ગેટ ખોલે ત્યારે ગામનું તળાવ ઓવરફલો થઇ ખેતરોમાં પાણી ફરી વળે છે.

નર્મદાનું પાણી ખેતરોમાં ભરાતા અમારા દ્વારા કરવામાં આવેલ અજમાનું વાવેતર નિષ્ફળ જવા પામ્યું છે. અગાઉ પણ નર્મદાના પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા જે બાબતે નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિગમ દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલી નથી આજે પણ ખેતરોમાં ભરાયેલા પાણી બાબતે નિગમના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ નિગમ દ્વારા અત્યાર સુધી પાણી બંધ કરવામાં આવેલ નથી જેને લઇને 20 થી 25 ઓરિયાવા જેટલી જમીન માં નર્મદાના પાણી ભરાઈ જતા ખેડૂતોએ કરેલ તમામ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે.જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા તળાવ ભરવા માટે બનાવેલ કાચી કેનાલ માં નર્મદા નિગમ દ્વારા ગેટ મૂકવામાં આવેલો છે આ ગેટ ખોલવામાં આવતા નર્મદાનું પાણી ખેતરોમાં ભરાયું છે રવી સીઝનમાં બીજી વખત ખેતરોમાં પાણી ભરાયું છે જેને લઇને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે નિગમમાં વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ અમારી કોઈ જ વાત સાંભળતા ન હોવાનું જલાભાઈ નાડોદાએ જણાવવામાં આવ્યું હતુ. એક બાજુ કમોસમી માવઠા થી થયેલ નુશાનમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું બિયારણ લાવી બીજી વાર કરવામાં આવેલ વાવેતર નર્મદા નિગમની બેદરકારીને કારણે નિષ્ફળ જતા ખેડૂતોને ” પર પાટુ” જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.