Abtak Media Google News

આજે સવારથી જ સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું છે. બપોર બાદ ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ગીર બોર્ડરના ગામડાઓ ખિલાવડ, ફાટસર, ઇટવાયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉના શહેરમાં અમીછાંટણા થયા હતા.

વરસાદથી વાતાવરણમાં ઠંકડ પ્રસરતા લોકોએ પણ અસહ્ય બફારામાંથી રાહત મેળવી હતી. સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: વાદળો ઘેરાયા, અમી છાંટણાં 10 જુને ચોમાસુ બેસે તેવી આગાહી હવામાન વિભાગે પણ ગુજરાતમાં 10થી 13 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરી છે. દર વર્ષે રાજ્યમાં 15 જૂને ચોમાસું બેસી જાય છે પરંતુ આ વર્ષે ચોમાસું બે-ત્રણ દિવસ પહેલું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.