ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજે અનારાધાર ખાબકશે

રાજ્યમાં સરેરાશ 18.65% વરસાદ, એનડીઆરએફની 9 અને એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઇ: રાજ્યના 206 ડેમમાં કુલ ક્ષમતાનું 33.92% પાણી, નર્મદા ડેમમાં 43%

રાજ્યમાં વરસાદી માહોલ સતત યથાવત રહેતા છેલ્લા 24 કલાકમાં 175 તાલુકાઓમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા છેલ્લા 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુત્રાપાડામાં 10 કલાકમાં 14 ઇંચ, વેરાવળ અને માંગરોળમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અનારાધાર વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આજે વહેલી સવારથી પણ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને મેઘો ધમરોળી રહ્યો છે. માત્ર 24 કલાકમાં જ સુત્રાપાડા, કોડીનારમાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર સર્જાયું હોવાથી ગુજરાતમાં ચોમાસુ એક્ટિવ છે. તેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકશે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. આજે સવારથી જ ગીર સોમનાથના સુત્રાપાડામાં 65 મીમી, વલસાડના વાપીમાં 40 મીમી, ગીર સોમનાથના ઉનામાં 39 મીમી, પોરબંદરના

કુતિયાણામાં 36 મીમી, જૂનાગઢના માંગરોળમાં 30 મીમી, ગીર સોમનાથના ગીર ગઢડામાં 22 મીમી, વેરાવળમાં 18 મીમી, ઉપલેટામાં 11 મીમી, દ્વારકાના કલ્યાણપુરમાં 10 મીમી, જૂનાગઢના માણાવદર અને માળીયામાં 8 મીમી, પોરબંદરના રાણાવાવમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

આજે સવારે આગાહી આપવામાં આવી છે કે 7 અને 8 જુલાઇ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.

જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, દીવ તથા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ પછીના દિવસોમાં પણ વરસાદ થતો રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઇને રાજ્યમાં 9 એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

  • લો-પ્રેશર પાકિસ્તાન તરફ ફંટાય 24 કલાકમાં નબળુ પડી જશે
  • કાલથી મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખુ થઈ જશે ઓડિશામાં નવી સિસ્ટમ બની રહી છે

છતીસગઢમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરનાં કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન આગાહી આપવામાં આવી છે. દરમિયાન આજે સવારે આ લો-પ્રેશર કચ્છથી અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વ પાકિસ્તાન તરફ સક્રિય છે. આગામી 24 કલાકમાં લો-પ્રેશર નબળુ પડી પાકિસ્તાન તરફ ફંટાય જશે. આજના દિવસ પૂરતો સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડશે દરમિયાન કાલથી વરસાદનું જોર ઘટી જશે તેવી સંભાવના જણાય રહી છે. અનેક વિસ્તારોમાં ગઈકાલ બપોર

બાદ મેઘરાજાએ વિરામ લીધો છે.

આવતી કાલે સૌરાષ્ટ્રમા વાતાવરણ ચોખ્ખુ થઈ જશે. જોકે ઓડિશામાં એક નવુ સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. તેની અસર ગુજરાતમાં જોવા મળે તેવી શકયતા રહેલી છે. જો આવું થશે તો ફરી બે દિવસ બાદ વરસાદ પડવાનું શરૂ થશે.

14 જળાશયોમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવાનીરની આવક થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 14 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જળાશયોનો જળવૈભવ સતત વધી રહ્યો છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂરએકમ હસ્તકના રાજકોટ જિલ્લાનાં વેણુ-2 ડેમમાં 0.33 ફૂટ, આજી -3 ડેમમાં 0.79 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટ, મોરબી જિલ્લાના ડેમી-1 ડેમમાં 0.42 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.49 ફૂટ, ઘોડાધ્રોઈ ડેમમાં 6.23 ફૂટ, બંગાવડી ડેમમાં 0.66 ફૂટ, બ્રાહ્મણી -2 ડેમમાં 0.49 ફઊટ, મચ્છુ-3 ડેમમાં 0.66 ફૂટ, જામનગર જિલ્લાનાં ડાઈમીણસારમાં 0.20 ફૂટ, ઉંડ-2માં 0.98 ફૂટ, દેવભૂમી દ્વારકા જિલ્લાનાં ગઢકી ડેમમાં 1.97ટ, વર્તુ-2 ડેમમાં 0.98 ફૂટ અને શેઢા ભાડથરીમાં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે.