Abtak Media Google News

મુંબઈમાં આજે વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં શનિવારથી શરૂ થયેલા વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે અહીંની લાઈફ લાઈન કહેવાતી લોકલ ટ્રેનની સેવા ઉપર પણ અસર થઈ છે. ઘણી જગ્યાએ લોકલ ટ્રેન લેટ ચાલી રહી છે. ભારે વરસાદના કારણે અહીં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ બની છે. આ ઘટનામાં અંદાજે 2-3 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.મુંબઈમાં સતત શનિવારથી વરસાદ ચાલી રહ્યો છે.

આજે સવારથી પણ મુંબઈમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પરિણામે અહીં ધારાવી અને સાયન વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. આ સિવાય બાંદ્રા, કુર્લા અને ચેંબૂર સહિત ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીં તો ઘણાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હોવાની માહિતી મળી છે. મેટ્રો સિનેમા પાસે એમજી રોડ પર પસાર થઈ રહેલા લોકો પર ઝાડ પડ્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.