Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં અંતિમ દિવસે આજે ભારે ઘસારો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ ફોર્મ ભરવા આવેલા ઉમેદવારોને ટોકન આપવા પડ્યા હતા. આગામી સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને મંગળવારે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સપષ્ટ થશે. આજે ઉઘડતી કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા.

 સૌરાષ્ટ્રની અનેક ગ્રામ પંચાયતો સમરસ: સોમવારે કરાશે ઉમેદવારી ફોર્મની ચકાસણી: મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે

સૌરાષ્ટ્ર સહિત રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં આગામી 19મી ડીસેમ્બરના રોજ યોજાનારી ચુંટણી માટે ગત સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયાનો આરંભ થયો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ સ્થળોએ ભારે ઘસારો જોવા મળ્યો હતો. રાજ્યની 10117 ગ્રામ પંચાયતના 88211 વોર્ડ અને 10117 સરપંચ વચ્ચે જંગ જામશે. 21મી ડીસેમ્બરના રોજ સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગ્રામપંચાયતની ચૂંટણી પરથી ખ્યાલ આવશે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોના મનમાં શુ ચાલી રહ્યું છે. જો ગ્રામપંચાયતની ચુંટણીમાં સફળતા મળશે તો બની શકે કે વિધાનસભાની ચૂંટણીની વહેલી જાહેરાત કરી દેવામાં આવે માટે સામાન્ય ચુંટણી વિભાજન અને વિસર્જન પંચાયતના 568 વોર્ડ અને 65 સરપંચ તથા 697 ગ્રામ પંચાયતના 723 વોર્ડ અને 102 સરપંચની નિમણુંક કરવા માટે આગામી 19મી ડીસેમ્બરના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે.

આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે નેતાઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ચૂંટણી લડવા ઈરછુંક લોકો મોટી સંખ્યામાં સમર્થકો તથા કાર્યકરો સાથે ઉમટી પડ્યા હતા. આગામી સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. અને મંગળવારના રોજ બપોર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ફોર્મ પરત ખેંચવાની પ્રકિયા પૂર્ણ થયા બાદ ચુંટણી ચિત્ર સપૂર્ણ પણે સ્પષ્ટ થશે કે કયા ગામમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.