Abtak Media Google News

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેર-જિલ્લામાં આજે એક હેલિકોપ્ટર અચાનક ખૂબ જ નીચી ઉંચાઈએ ઉડતું નજરે પડ્યું હતું, જેના કારણે એકબાજુ લોકોમાં કુતુહલતા સર્જાઈ હતી, જોકે, બીજીબાજુ લોકોમાં ગભરાટ પણ ફેલાયો હતો. હેલિકોપ્ટર કયા કારણથી ઉડી રહ્યું છે અને એ પણ આટલી નીચે? જે અંગે સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું.

હેલિકોપ્ટર ખુબ જ નીચી ઉંચાઇએ ઉડી રહ્યું હોવાના કારણે પ્રાથમિક તબક્કે સ્થાનિક તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી જિલ્લાના તંત્રએ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હેલિકોપ્ટર દ્વારા ઝાલાવાડની જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં અચાનક ખુબ જ નીચી ઉંચાઇએ હેલિકોપ્ટર ઉડતાં સ્થાનિ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. હેલિકોપ્ટર કયા કારણથી ઉડી રહ્યું છે તે અંગે સ્થાનિક તંત્ર પાસે પણ કોઇ માહિતી નહોતી. હેલિકોપ્ટર ખુબ જ નીચી ઉંચાઇએ ઉડી રહ્યું હોવાના કારણે પ્રાથમિક તબક્કે સ્થાનિક તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી જોકે આ અંગે તપાસ કરતા સ્કાઈ ટેમ સિસ્ટમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. હેલિકોપ્ટરથી સુરેન્દ્રનગર જિલ્લાની જમીનમાં રહેલા ખનીજનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે રિપોર્ટ તૈયાર કરીને સરકારને સંપુર્ણ માહિતી સોંપવામાં આવશે. ત્યાર બાદ સરકાર લીઝ પર પણ ઉપગ્રહ દ્વારા જ નજર રાખે તેવી શક્યતા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.