Abtak Media Google News

સરકાર દ્વારા અપાઈ મંજૂરીની મહોર: લમ્પી વાયરસના કારણે પશુ મેળા પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 30 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર-2022 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાનાં કારણે પાછલા બે વર્ષો મોકુફ રહ્યા બાદ યોજાઈ રહેલા મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથેચર્ચા- વિચારણા કરતા કલેકટરે જણાવ્યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં પ્રત્યેકવિભાગનાં અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. મેળામાં શિવપૂજન-ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહાનુભાવો, મેળામાં બ્લોક્સની ફાળવણી, તરણેતરને જોડતા રસ્તા,પાર્કિંગ વ્યવસ્થા, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિકસ, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરતા તેમણે સરકાર દ્વારા સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.ત્યારે લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ  સ્થળ પર સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સઘન આયોજન કરવા અને સતત જાગૃત રહી કાર્ય કરવું પડશે. લમ્પી વાઈરસનાં ભયને જોતા આ વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવશે નહીં.  કલેકટરે પી.જી.વી.સી. એલ.નાં અધિકારી ઓને સમગ્ર મેળા દરમ્યાન વીજપુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.