Abtak Media Google News
  • ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકેલા ઘરેણાં છોડાવી અને ઓછા વ્યાજદરે લોન લેવા માટે આપેલી સલાહમાં યુવાન ફસાયો
  • પુવક પાસેથી પૈસા ઉછીના લીધા હોવાનું લખાણ કરાવી પાડોશી ધાક ધમકી આપતો
શહેરમાં વાવડી વિસ્તારમાં રહેતા અને મેડિક્લેમ નું કામકાજ કરતા યુવાનને તેના પાડોશીને મદદ માટે આપેલી સલાહ મોંઘી પડી છે. યુવાને તેના પાડોશીને ઓછા બીજી કોઈ ફાઇનાન્સ કંપનીમાં સોનાના ઘરેણા લોન માટે મૂકી દેવા સલાહ આપી હતી જેથી પાડોશી એ યુવાન પાસેથી રૂપિયા ઉછીના માંગ્યા હતા અને યુવાને ત્યાં પૈસા ઉછીના આપવાની ના પાડતા તેને તેની પાસેથી બળજબરી કરી અંદાજે કટકે ક્ટકે રૂ.૬ લાખ મોબાઈલ અને એસી પડાવી લીધા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે બનાવવાની મળતી માહિતી અનુસાર વાવડીમાં આવેલ ખોડલ પેલેમાં રહેતા જયદીપભાઇ ચંદ્રકાંતભાઈ પુપ્તાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના પાડોશમાં રહેતા વિજયભાઈ બટુકભાઈ જુંજા નું નામ આપ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેના પાડોશમાં રહેતા વિજયએ તેમની પત્નીના ઘરેણા એક ફાઇનાન્સ કંપનીમાં મૂકી લોન લીધી હતી જેમાં તેની વ્યાજનું દર વધારે પડતા આ બાબતની ફરિયાદી જયદીપભાઇને વાતચીત કરી હતી ત્યારે જયદીપભાઇ તેને પોતાની ઓળખમાં બે ફાઈનાન્સ કંપની હોવાનું જણાવ્યું હતું.

જેથી વિજયભાઈ જૂંજાએ તે ઘરેણાં ફાઇનાન્સમાં મુકવા માટે ગયા હતા. પરંતુ પ્રથમ પૈસા ભરવાની ફાઇનાન્સ કંપની સાથે વાતચીત થતા તેને જયદીપભાઇ પાસેથી પૈસા ઉછીના માંગ્યા હતા પરંતુ જયદીપભાઇ પૈસા આપવાની ના પાડતા વિજયએ પ્લાન બનાવી જયદીપભાઇની બળજબરી થી સાઈન લઈ લખાણ કરાવી લીધું હતું જેમાં લખેલું હતું કે વિજયભાઈ પોતાની પત્નીના ઘરેણા ફરિયાદીને આપવા માટે વ્યાજે મૂક્યા હતા અને તે પૈસા તેને છ મહિનામાં પરત આપી દેવાના રહેશે. જેથી આરોપીએ કટકે કટકે ફરિયાદી પાસેથી રૂ.૬ લાખ અને બે મોબાઈલ,એસી સહિતની વસ્તુઓ પડાવી લેતા પોલીસે ગુનો નોંધ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.