કુખ્યાત નિખીલ દોંગાને ભગાડવામાં મદદગારી કરનાર બેલડી જામીન મુક્ત

ગુજસીટોકના ગુનામાં  ભુજ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટતા ગુનો નોંધાયો’તો

અબતક, રાજકોટ

ગુજસીટોકના ગુનામાં  ગોંડલના નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઈ દોંગાને પોલીસ જાપતા હેઠળ ભુજ  હોસપીટલમાંથી  ભગાડવામાં મદદગારી કરવાના ગુનામા આરોપી બેલડીને હાઈકોર્ટે જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.

બનાવની હકીક્ત જોઈએ તો ખુનના ગુન્હામાં ગોંડલ જેલ હવાલે રહેલ નિખિલ દોંગા વીરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તેને ભુજ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જે ભુજની પાલારા જેલમાંથી સારવાર અર્થે નિખિલને જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો તે દરમિયાન  રાત્રીના ભરત નામના વ્યકિત તથા અજાણ્યા વ્યકિતની મદદગારીથી પોલીસ જાપ્તામાં રહેલ નિખિલ  ભુજ હોસ્પીટલમાંથી કારમાં સવાર થઈ નિખિલ દોંગા નાશી જતા રાજ્યભરમાં ચકચાર જાગેલ જે ગુન્હાની ફરીયાદ ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે રહેતા સહદેવસિંહ માવસંગભા ચૌહાણે ભુજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિખિલ દોંગા સહીતનાઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવેલ હતો આ કેસમાં જામીન મુકત થવા રાજકોટના રહીશ નિકુંજ તુલસીભાઈ દોંગા તથા કચ્છના માધાપરના રહીશ વિજય વિઠલભાઈ સાંગાણીએ કરેલ જામીન અરજી ભુજની સેશન્સ અદાલતે રદ કરતા તેની સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.

જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના એડવોકેતની રજૂઆતોને ધ્યાને લઇ વડી અદાલતે અરજદાર નિકુંજ દોંગા અને વિજય સાંગાણીને રેગ્યુલ જામીન પર મુકત કરતો હુકમ ફરમાવ્યો છે  આ કેસમાં અરજદારી નિખીલ દોંગા, વિજય સાંગાણી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુજના એડવોકેટ આર.એસ. ગઢવી, હાઈકોર્ટના એડવોકેટ પ્રતિક જસાણી તેમજ સુરેશ ફળદુ એશોશીયેટસના ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન સહિત રોકાયા હતાં.