જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રને હિમોડાયાલીસીસ સેન્ટર ફાળવાયું

રાજય સરકાર દ્વારા લાખોના ખર્ચે પાંચ મશીન મુકાયાં 

જામજોધપુરમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની માંગણીને ગ્રાહય રાખી જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રને હિમોડાયાલિસી સેન્ટર ફાળવાયું છે જેનું ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ ઉદઘાટન કર્યુ હતું. આ સેન્ટર થકી જામજોધપુર સહીત આજુબાજુ ગામના કીડનીના દર્દીઓને લાભ મળશે.જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની માંગણીને લઇ રાજય સરકાર દ્વારા હિમોડાયાલીસીમાં સેન્ટર ફાળવાયું છે.

જેમાં રાજય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાંચ મશીન મુકાયા છે. જેમનું ઉદઘાટન ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની ઉ5સ્થિતમાં દર્દીઓના હસ્તે અગ્રણી ભીમશીભાઇ ચોચા તેમજ ક્રિપાલસિંહ જાડેજા, અશોકભાઇ કાંજીયા, મુકેશભાઇ કડીવાર, હિરેનભાઇ ખાંટ, ધીરભાઇ કાંજીયા, તાલુકા પંચયતના સદસ્યો, નગરપાલિકાના કોર્પોરેટરો, સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. મેધપરા તથા સ્ટાફ વગેરેની ઉ5સ્થિતિમાં કરાયું હતું. આ હિમોડાયાલીસ સેન્ટર શરુ થતા જામજોધપુર ઉ5રાંત આજુબાજુના તાલુકાના કીડનીના દર્દીઓને લાભ મળશે ગુજરાતનું આ પ્રથમ ડાયાલીસીસ સેન્ટર જામજોધપુરને ફાળવાયા બાદ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં અન્ય તાલુકામાં પણ હિમોડાયાલીસીસ સેન્ટર ખાલવાના પ્રયાસો કરી રહી છે.