Abtak Media Google News

ફક્ત 14 વર્ષની વય ધરાવતી કુ . નેક ધડુકનું આરંગેત્રમ  ભવ્ય કાર્યક્રમ તા . 18 જુનના રોજ સાંજે 4 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. પોતાના શૈશવકાળનું તથા આગંતુક માતા પિતાનું જાહેરમા આરંગેત્રમ કાર્યક્રમ યોજવાનું સેવેલું સ્વપ્ન અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂર્ણ થશે . કુદરતે માનવીને આપેલ આવડત , હુન્નર કે કૌશલ્યને જાહેરમાં પ્રદર્શિત કરવા માટે પોતાના ધગશની સાથે માતા પિતાની પ્રેરણા ઘરનું વાતાવરણ , ગુરુઓ તરફથી મળેલ યોગ્ય માર્ગદર્શન અત્યંત જરૂરી છે . ઉપરોક્ત દરેક બાબતોને પથાર્થ ઠેરવતી અને રાજકોટ શહેરમાં આવેલ સેન્ટ પોલ સ્કૂલમાં 10 માં ધોરણમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની અને પિતા પ્રશાંતભાઈ અને માતા ધૃતિબેનની  પુત્રી  કુ . નેહ ધડુકે ફક્ત સાડા ચાર વર્ષની વયે જાહેરમાં સ્ટેજ પર નૃત્યના કાર્યક્રમો આપવાનો પ્રારંભ કર્યો હતો.

ખૂબજ નાની વયમાં સ્કૂલમાં પોતાની જ્ઞાતિ મંડળોમાં અનેક સોસાયટીઓમાં , સૌરાષ્ટ્ર અને કચ્છમાં યોજાયેલી નૃત્વ સ્પર્ધામાં અનેક ચંદ્રકો પ્રાપ્ત કરેલ છે.

અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર આ આરંગેત્રમ કાર્યક્રમ નેહ ગુરુવર્ય  વિનસ ઓઝા ,  હેતલ મકવાણા , માતા તથા પિતા , દાદા તથા દાદી તથા અનેક શુભેચ્છકોને અર્પણ કરનાર છે ” શિવ નર્તન કલા કેન્દ્રના નૃત્યના દિવ્યતાને સમર્પિત એવા કલાગુરૂ  વિનસ ઓઝા તથા કલાગુરૂ  હેતલ મકવાણાના માર્ગદર્શન હેઠળ ટુ . નેહ ધડુક ફક્ત ચૌદ વર્ષની વયે આરંગેત્રમની પદવી પ્રાપ્ત કરવા જઇ રહી છે.

રાજકોટ શહેરના અનેક ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાનો,  પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટીઓ ,  શિવ નર્તન કલા કેન્દ્રના પદાધિકારીઓ , સભ્યશ્રીઓ ધડુક તથા માંકડ પરિવારનાં સભ્યઓ તથા અનેક શુભેચ્છકો આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ કુ . નેહ ધડુકને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.