જાણો તમારા શેમ્પૂથી જોડાયેલી કેટલીક બાબતો…

here-are-some-things-to-know-about-your-shampoo
here-are-some-things-to-know-about-your-shampoo

કેટલાક લોકો શેમ્પૂ કરતી વખતે કેટીલક ભૂલો કરી નાંખે છે જેના કારણે વાળ વધારે ખરાબ થાય છે. વાળનું ટૂટવું અને ઉતરવા એ કેટલીક વખતે સાચી રીતે શેમ્પૂ ન કરવાના કારણે થાય છે.

માથું ધોવામાં કોઇ દિવસ ઉતાવળ કરશો નહીં. કારણ કે ઉતાવળમાં માથામાંથી શેમ્પૂ બરાબર નિકળી શકતું નથી અને વાળમાં જ રહી જાય છે, જેના કારણે વાળ ઉતરવા લાગે છે.

શેમ્પૂ ધોવા માટે વાળમાં જોરથી મસાજ કરશો નહીં. એનાથી વાળ નબળા પડી જાય છે અને ટૂટવા લાગે છે. એનાથી સારું રહેશે કે તમે આંગળીની મદદથી શેમ્પૂ નિકાળો.શેમ્પૂને

હથેળી પર લગાવો, કારણ કે શેમ્પૂ સીધું માથામાં નાંખવાથી એક જ જગ્યાના વાળ ડ્રાય અને ખાબ થઇ જાય છે.દરરોજ વાળમાં શેમ્પૂ કરવાથી એ ડ્રાય થઇ જાય છે.

જો વાળ ઓઇલી હોય તો સપ્તાહમાં ત્રણ વખત અને ડ્રાય હોય તો સપ્તાહમાં બે વખત શેમ્પૂ કરવું જોઇએ. શેમ્પૂ બાદ વાળમાં કન્ડીશનર કરવાનું ભૂલશો નહીં.

વાળ ધોતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરો. પાણી નવશેકું કે દરમ હોવું જોઇએ નહીં.આવા પાણીથી શેમ્પૂ કરવામાં આવે તો વાળ તૂટવા લાગે છે.વાળને બરોબર ભીના કર્યા બાદ શેમ્પૂ લગાવો, એનાથી શેમ્પૂની સીધી અસર વાળ પર પડતી નથી.

શેમ્પૂની પાછળથી લગાવતા આગળની તરફ આવો. કેટલાક લોકો વિચારે છે કે જો વધારે શેમ્પૂ વાળમાં લગાવવામાં આવે તો વાળ એટલા જ સાફ અને મજબૂત રહેશે.પરંતુ એવું નથી. વધારે શેમ્પૂ વાળને નુકસાન પહોંચાડે છે.