Abtak Media Google News

અચાનક હુમલાની ઘટના બનતા સ્થાનિક વિસ્તારમાં નાસભાગ મચી : એક શખ્સે રિવોલ્વર દેખાડી ધમકી પણ આપી

સુરેન્દ્રનગર જિલ્લાના હુડકો સોસાયટી માં ફરજ મોકૂફ કરવામાં આવેલ મામલતદાર ધાવડી ઉપર  બોથડ પદાર્થથી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ખાસ કરી જિલ્લામાં આ મામાલદાર ને ચોટીલાના બહુચર્ચિત જમીન કૌભાંડ ખુલ્યા બાદ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરાયા હતા.

શહેર મધ્યે સસ્પેન્ડ થયેલ અધિકારી ઉપર હુમલો થતાં બનાવ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ત્યારે આ મામલતદાર ઉપર અજાણ્યા શખ્સોએ રિવલવર પણ રાખીને ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે ખાસ કરીને આ શખ્સો દ્વારા અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આવેલ અજાણ્યા શખ્સો દ્વારા ફરજમોકૂફ કરાયેલ મામલતદાર ધાવડી સાહેબ ઉપર બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો

ત્યારે હુમલાની ઘટનામાં ઇજા પામેલ સસ્પેન્ડ થયેલા નાયબ મામલતદારને શહેર ની સી. જે.હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે બનાવ સ્થળે અને હોસ્પિટલે દોડી જઇ તપાસ કાર્યવાહી શરુ કરવા માં આવી છે..

ચોટીલાના બહુચર્ચિત જમીન કૌભાંડ ખુલ્યા બાદ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરાયા હતા. ક્યારે ગઈ કાલે ફરજ મોકુફ કરવામાં આવેલ મામલતદાર ઉપર અચાનક હુમલો અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો અને રિવોલ્વર રાખીને ધમકીઓ પણ આપવામાં આવી હતી ત્યારે પૈસાની લેતીદેતી મામલે હુમલો થયો હોવાની અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ શહેરમાં એવી વાત પણ પ્રસરી છે કે અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અચાનક ફરજમોકૂફ કરાયેલ મામલતદાર ઉપર બોથડ પદાર્થથી હુમલો થતા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બનવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.