Abtak Media Google News

નવા કમ્પોઝીશન નવા શબ્દો તથા નામકરણ દ્વારા પ્રાચીન ગરબાનું સેમી કલાસિકલ સ્વરૂપ એ આ ગરબાની વિશેષતા 

આસો મહિનાની નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રી આમ વર્ષમાં બે વખત નવરાત્રી આવે છે. માં આદ્યશકિત માતાજીની આરાધના અને અનુષ્ઠાન  દ્વારા તેમના ભકતો તેમને રિઝવવા પ્રયત્ન કરતા હોય છે. એ જ ભાવના સાથે શુરબ્રહ્મ ગ્રુપના કલાકારો દ્વારા હે.. માં… તમે.. પધારો નામના ટાઇટલ ધરાવતો ગરબો તા. 11 એપ્રિલને રવિવારે ચૈત્રી નવરાત્રિ દરમિયાન રજુ કરાશે. હે…. માં…. તમે.. પધારો ટાઇટલ ધરાવતા આ ગરબાની વિશેષતા એ છે કે જુનો પ્રાચીન ગરબો તેની સાથે નવું જ કમ્પોઝિશન નવાજ શબ્દો તેમજ નામકરણ દ્વારા આ ગરબાને સેમી કલાસિકલ ગરબાનું સ્વરુપ આપવામાં આવેલ છે. આ ઉપરાંત છંદ જે સામાન્ય રીતે ગવાય છે તેના કરતાં અલગ જ રીતે રાગ આધારિત કમ્પોઝ કરાયો છે.

આ ગરબાને સુમધુર કંઠ ઉર્વશી પંડયાએ આપેલ છે તેમજ આ સેમી કલાસિકલ ગરબા નું સંગીત તેમજ નવું કમ્પોઝિશન નવા શબ્દો તેમજ છંદોનું રાગો આરારિત કમ્પોઝીશન ઓમ દવે દ્વારા કરવામાં આવેલ છે. ગરબાના કોરસમાં દિશા પંડયા, હેતલ દવે તેમજ કોમલ પાઠક છે. રીધમ  એરજમેન્ટ નીલેશ પાઠક અને ભાર્ગવ જાનીનું છે. ઓડીયો મીકસીંગ રોકી જેસિંગ તેમજ ઓડીયો રેકોડિગ વ્રજ ઓડિયો રાજકોટનું છે.

આ ગરબાની એક ખાસિયત એ પણ છે કે તેના વિડીયોમાં નવદુર્ગા માતાજીના વિવિધ સ્વરૂપો,ને તેના શબ્દો અનુસાર જીવંત દર્શન તેના પ્રતિકો સાથે વણી લઇ કરાવવામા આવેલ છે.

ચૈત્રી નવરાત્રી પર માતાજીના ગુણગાન ગાતા પ્રાચીન ગરબાને નવા શબ્દો સાથે આ પ્રાચીન ગરબાનું મિશ્રણ કરી નવાજ સેમી કલાસિકલ શબ્દોમાં નવા કમ્પોઝિશન સાથે કર્ણપ્રિય સર્જન દ્વારા માં જગદંબા ના આશીર્વાદ મેળવવા શુરબ્રહ્મ ગ્રુપના કલાકારોએ નમ્ર પ્રયાસ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.