એ હાલો…. નવરાત્રિ પહેલા બજારમાં ચણીયા ચોલી અને કેડીયાની ભારે ડિમાન્ડ

નવરાત્રિના દરેક દિવસે ડીફરન્ટ લુક સાથે ખેલૈયાઓ ગરબે  ઘુમવા તૈયાર

માઁ આઘ્યા શક્તિની નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ ઉત્સવો બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે રાજય સરકારે છૂટછાટ આપતા ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ખુશખુશાલ છે. ત્યારે હાલ ચણીયા ચોળી વિક્રેતાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. અર્વાચીન રાસોત્સવમાં અવનવા ચણીયા ચોલી પહેરીને ખેલૈયાઓ આ વર્ષે મન ભરીને ગરબા રમશે.

નવરાત્રીને જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ શોપિંગને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડીફરન્ટ લુક મેળવવા માટે મહિલાઓ અલગ-અલગ ચણીયા ચોલીની ખરીદી કરતા હોય છે. મહિલાઓની સાથે હાલ પુરુષો પણ વિવિધ ભાતના કેડિયાની ખરીદી કરીને ગરબે ઘુમવા જતા હોય છે. ત્યારે અબતક દ્વારા ટ્રેડીશનલ ચણિયાચોરીના વેપારીઓની ખાસ મુલાકાત કરી આ વર્ષનો ચણિયાચોળી પરનો સંપૂર્ણ સિદ્ધાંત રજૂ કર્યો છે.

ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ એડવાન્સ બુકિંગ શરૂ:ઇમરાનભાઈ(ડ્રિમ કલેક્શન)

રાજકોટમાં ગુંદાવાડી વાડી ખાતે આવેલ ડ્રિમ કલેક્શનના ઓનર ઇમરાનભાઈએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે 2 વર્ષ બાદ જ્યારે ખૈલાયાઓને નવરાત્રીનો તહેવાર માં ગરબે રમવાની છૂટછાટ મળી છે ત્યારે એક અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો છે  આગોતરું જ ચણીયા ચોલીનું બુકીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ નવા નવા ટ્રેન્ડના ચણીયા ચોલીનું અવનવું કલેક્શન આ વર્ષે ખૈલાયાઓ માંગી રહ્યા છે.આ વર્ષે અલગ અલગ ભાવ સાથે અલગ અલગ ડિઝાઇનના ચણિયાચોલીનો ખુબજ મોટા પ્રમાણમાં ડ્રિમ કલેક્શન ખાતે ઉપલબ્ધ છે . સાથે જ જ્યારે 2 વર્ષ બાદ નવરાત્રીમાં ગરબા રમવાની છૂટછાટ મળી છે તો લોકોએ શાંતિ પૂર્ણ માહોલમાં અને આનંદ ઉત્સાહ સાથે તહેવાર ની ઉજવણી કરવી તેવી પણ અપીલ ઇમરાન ભાઈ દ્વારા કરવામાં આવી છે.

2 વર્ષ બાદ નવરાત્રિમાં ડ્રેસની ડિમાન્ડ ખુબજ વધી છે: જયભાઈ ગોંડલીયા

સહેલી શૃંગારના જયભાઈ ગોંડલીયાએ અબતક સાથેની વાત ચીત માં જણાવ્યું હતું કે 2 વર્ષ બાદ ચણીયા ચોળીમાં ખુબજ મોટી લોકોમાં ડિમાન્ડ જોવા મળી રહી છે અવનવા ચોલી ની માંગ વધી છે ખાસ ફેન્સી ડિઝાઇન ના ચોલી આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મહિલાઓ,પુરુષો,નાના બાળકો માટે પણ અવનવી નવરાત્રી કલેક્શન સહેલી શૃંગાર ખાતે ઉપલબ્ધ છે.200રૂપિયાથી લઇ 700 રૂપિયા સુધીના અલગ અલગ તમામ ડ્રેસ સહેલી શૃંગાર ખાતે રાખવામાં આવે છે 2 વર્ષ બાદ નવરાત્રી માં ડ્રેસની ડિમાન્ડ ખુબજ વધી છે લોકો ની ડિમાન્ડ પ્રમાણે ડ્રેસ સહેલી શૃંગાર ખાતે રાખવામાં આવે છે.

નવરંગ ચણિયાચોલી ટ્રેન્ડી અને ટ્રેડિશનલ આઉટફિટ સજ્જ: ભાવિન કક્કડ

નવરંગ ચણિયાચોળીના ભાવિન કક્કડએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,લોકો નવરાત્રી નો તહેવાર ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહી બન્યા છે ત્યારે  ખેલૈયાઓમાં આ વખતે ટ્રેડિશનલ ડ્રેસની માંગ ખૂબ જ ઊભી થઈ છે.તેઓની દુકાનમાં નાના બાળકો લેડીઝ જેન્ટ તેમજ પ્રિન્સ પ્રિન્સેસ માટે ટ્રેડિશનલ ડ્રેસ મળી રહેશે ગામથી લેરિયા બાંધણી વગેરે જેવી અવનવી વેરાઇટીસ ઉપલબ્ધ છે તેમજ કોરોનાને કારણે લોકોની સેફ્ટી ને ધ્યાનમાં રાખીને દરેક પોશાક સેનીટાઇઝ કરીને ભાડે અથવા તો સેલ કરવામાં આવે છે.=