Abtak Media Google News

સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદા પૂર્વે રાજયના ગૃહ મંત્રી અને પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આદેશ: સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી ઉશ્કેરણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ

રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જીદ બાબતે લાંબા સમયથી ચાલતી સુનાણીનો સુપ્રિમ કોર્ટમાં અંત આવ્યો છે. પાંચ જજની બનેલી ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના કેસનો આજે ચુકાદો આવવાનો હોવાથી રાજયમાં સુલેહ અને શાંતિ જાળવવા તકેદારી માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કર્યો છે. રાજયમાં કોમી એખલાસ જાળવવા અપીલ કરી સોશ્યલ મિડીયાના માધ્યમથી ખોટી અફવા ફેલાવનાર અને ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

અયોધ્યા કેસનો મહત્વના પ્રત્યાઘાત પડે તેવી સંભવના હોવાથી રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજયમાં કોમી એખલાસ જાળવવા અપીલ કરી છે. તેમજ તમામ શહેરોમાં બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવા અનુરોધ કરતા રાજયના મોટા શહેરોમાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકના આયોજન કરી અયોધ્યા કેસના ચુકાદા અને ઇદના તહેવાર નિમિતે શાંતિ જાળવવા પોલીસ દ્વારા બંને સમાજના આગેવાનો સાથે ભાઇચારો જાળવવા જણાવ્યું છે.

Dsc 0964

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લા મથકના એસપીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તાકીદ કરી સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરાવી ચુસ્ત બંદોબસ્ત જાળવવા આપેલી સુચનાના પગેલા રાજયભરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અયોધ્યા કેસના ચુકાદા પૂર્વે રાજયભરમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એફકેઝેડ 1

આતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના (એએચપી)ના સ્થાપક અને પ્રમુખ પ્રવિણ તોગડીયાએ અયોધ્યા ચુકાદા પછી શાંતિ જાળવવા તમામ સ્વયંસેવકોને અપીલ કરી છે. તે રીતે લઘુમતિ અધિકાર મંચના ક્ધવીનર શમશાદ પઠાણે પણ સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે.

અમદાવાદ, સુરત, વડોદારની જેમ રાજકોટમાં પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ ગઇકાલે જ સમગ્ર શહેરના હોટલ અને ગેસ્ટ હાઉસ ખાતે ચેકીંગ કરાવ્યું હતું. તે રીતે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પણ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી અયોધ્યાના ચુકાદાના અનિચ્છનીય પ્રત્યાઘાત ન પડે તે માટે તકેદારી રાખવા સુચના આપી છે.અયોધ્યા કેસના ચુકાદા બાદ કેટલાક શખ્સો વોટસએપ, ફેશબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી જાહેર સુલેહ શાંતિ ડખોળતા હોવાથી તેઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Dsc 0955

અયોધ્યા કેસના ચુકાદા બાદ સોશ્યલ મિડીયાના માધ્યમથી અપમાનજનક, વાંધાજનક, ઉશ્કેરણીજનક અને હીનકક્ષાના વીડિયો વાયરલ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રકારના મેસેજને ફોરવર્ડ ન કરવા અને ડીલીટ કરી નાખવા તેજમ ગ્રુપ એડમીન સિવાય કોઇ ગ્રુપમાં મેસેજ ન મોકલે તે પ્રકારની તકેદારી રાખનવા ગ્રુપનો ઉપયોગ એડમીન સિવાય કોઇ ન કરે તે પ્રકારને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.